તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેટલમેન્ટ:વીજ લોક અદાલતમાં 98 ગ્રાહકોને ન્યાય મળ્યો

હિંમતનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલોદ તાલુકાના જીઇબીના ગ્રાહકો માટે લોક અદાલત યોજાઇ

તલોદ તાલુકાના દરેક ગ્રામ્ય વિસ્તારોમાં જીઇબીના પીડીસી થયેલ ગ્રાહકો માટે શનિવારે લોક અદાલતનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 98 ગ્રાહકોને ભરવી પડતી રકમનું સમાધાન કરાયું હતું.

તલોદ તાલુકાના દરેક ગ્રામ્ય વિસ્તારોના જીઈબીના ગ્રાહકો માટે શનિવારે લોક અદાલત રાખવામાં આવી હતી. જેમાં તલોદ -1 સબડિવિઝનના પીડીસી થયેલ 250 ગ્રાહકો પૈકી 110 ગ્રાહકો હાજર રહ્યા હતા. તેમાંથી 50 ગ્રાહકોએ ભરવી પડતી રકમનું સેટેલમેન્ટ કર્યું હતુ અને કુલ રૂ. 3,50,000 પૈકી રૂ. 1,50,000 રોકડમાં અને બાકીની રકમના હપ્તા ભરવા નક્કી કર્યા હતા. જ્યારે તલોદ -2 સબડિવિઝનમાં જીઇબીના પીડીસી થયેલ કુલ 200 ગ્રાહકોને નોટિસ ઇશ્યુ કરાઇ હતી તેમાંથી 96 ગ્રાહકો હાજર રહ્યા હતા અને 48 ગ્રાહકોએ કુલ રૂ. 2,24,000 સેટલમેન્ટ કર્યું હતું.

તલોદમાં જીઇબી દ્વારા લોકઅદાલતના કાર્યક્રમને તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓએ આવકારી દર મહિને બે મહિને એક વખત લોક અદાલત રાખવામાં આવે તો તલોદ તાલુકાનાગ્રામ્ય વિસ્તારોમાં આવેલા દરેક ખેડૂત ખાતેદારોને સંતોષકારક રીતે લાભદાયી યોજના અંતર્ગત લાભ મળશે અને દરેક તાલુકા મથકે પ્રોગ્રામ કરવામાં પણ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...