હવે સાચવો.....:શનિવારે ઉત્તર ગુજરાતમાં 98 કેસ : સાબરકાંઠામાં કોરોના સંક્રમણ 6.5 ગણું વધ્યું

હિંમતનગર, મોડાસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર સુખદ છે કાયમ રહેવી જોઇએ - Divya Bhaskar
આ તસવીર સુખદ છે કાયમ રહેવી જોઇએ
  • અરવલ્લીમાં 18 અને સાબરકાંઠામાં 08 કેસ, મહેસાણામાં 41, બ.કાં.માં 19 અને પાટણ જિલ્લામાં 12 કેસ નોંધાયા
  • સાબરકાંઠામાં 15 દિવસમાં નવા 100 કેસ નોંધાયા, અગાઉ 1000ના ટેસ્ટીંગમાં 1 પોઝિટિવ આવતો, હાલ 1000ના ટેસ્ટીંગમાં 6.5 લોકો પોઝિટિવ આવે છે

સાબરકાંઠામાં નવી લહેરની શરૂઆત 23 ડિસેમ્બરથી થઇ હતી. તે અગાઉના એક સપ્તાહ દરમિયાન જિલ્લામાં કુલ 7649 એટલે કે પ્રતિદિન 1092 આરટીપીસીઆર અને એન્ટીજન ટેસ્ટ થતા હતા. 23 ડિસેમ્બરે પ્રથમ પોઝિટિવ કેસ જાહેર કરાયા બાદ 31 ડિસેમ્બર સુધીમાં ટેસ્ટીંગમાં આંશિક વધારો કરી કુલ 8915 ટેસ્ટ એટલે કે પ્રતિદિન સરેરાશ 1114 ટેસ્ટ કરાતાં કુલ 10 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ત્યારબાદ છેલ્લા સપ્તાહમાં 1 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી દરમિયાન કુલ 13692 એટલે કે પ્રતિદિન 1711 ટેસ્ટ કરાયા હતા. જેમાં કુલ 90 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

આંકડા રસપ્રદ એટલા માટે છે કે પ્રથમ કેસ નોંધાયા બાદ ટેસ્ટીંગની દ્રષ્ટિએ સંક્રમણ 6 ગણું વધી ગયું છે. અગાઉ પ્રતિ 1000 વ્યક્તિના ટેસ્ટીંગમાં એકનો રિપોર્ટ પોઝિટિવ આવતો હતો અત્યારે પ્રતિ 1000 વ્યક્તિના ટેસ્ટીંગમાં 6.5 લોકોનો કોરોના પોઝિટિવ રીપોર્ટ આવી રહ્યો છે. સાબરકાંઠામાં કોરોનાએ નવી ઇનિંગ્સમાં તોફાની બેટીંગ શરૂ કરી માત્ર 15 દિવસમાં સેન્ચુરી પૂરી કરી દીધી છે.

છેલ્લા 24 કલાકમાં એક શિક્ષક, એક બેંક કર્મી અને જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા યાત્રીઓ પૈકી ઇડરના 5 વ્યક્તિઓનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો વધુ એક શિક્ષક પોઝિટિવ આવતા જિલ્લામાં સંક્રમિત શિક્ષકોની સંખ્યા 6 થઇ ગઇ છે. અરવલ્લીમાં શનિવારે કોરોના પોઝિટિવના 18 દર્દીઓ નોંધાયા હતા. મોડાસામાં 8, બાયડમાં 3, ભિલોડામાં 3, મેઘરજમાં 2 માલપુરમાં 1 અને ધનસુરામાં 1 દર્દી નોંધાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના વધતા જતાં કેસના ભાગરૂપે એક સપ્તાહમાં 8500 લોકોનાં સેમ્પલ લેવાયા છે. શનિવાર સુધીમાં એક્ટિવ કેસની સંખ્યા 55 પહોંચી છે.

તલોદની બેન્ક અોફ બરોડામાં નોકરી કરતી યુવતી, પ્રાંતિજના વાઘપુરના શિક્ષક સંક્રમિત​​​​
સા.કાં. એપેડેમીક ઓફિસર ર્ડા. મુકેશ કાપડીયાએ જણાવ્યું કે હિંમતનગરની ગણેશ પાર્ક સોસાયટીમાં રહેતી અને તલોદ બેંક ઓફ બરોડામાં નોકરી કરતી 27 વર્ષીય યુવતી, હડીયોલ રોડ પર અત્રી સોસાયટીમાં રહેતા અને પ્રાંતિજના વાઘપુરની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય પુરૂષ તથા જમ્મુ કાશ્મીરથી પરત ફરેલ ઇડરના ચિત્રોડા, અંકાલા, મોહનપુરા, બડોલી અને ઇડરના પાંચ વ્યક્તિઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો તમામ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.

સંક્રમણ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી ચૂક્યુ છે. જેની સાથે કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 21 થઇ ગઇ છે. કુલ 100 પોઝિટિવ કેસ નોંધાવા પૈકી 5 દર્દી કોરોના મુક્ત થતા હાલમાં જિલ્લામાં 95 એક્ટિવ કેસ છે તે પૈકી હોટસ્પોટ હિંમતનગરમાં એક્ટિવ કેસની સંખ્યા 65 થઇ ગઇ છે અને ઇડરમાં પણ કેસ વધતાં એક્ટિવ કેસની સંખ્યા 15 થઇ છે.

સા.કાં.ના 8 સંક્રમિતો
હિંમતનગર: અત્રી રેસીડન્સી હડીયોલ રોડ (36) પુરૂષ
ગણેશપાર્ક સોસા.(27) સ્ત્રી
મહેતાપુરા ગવર્નમેન્ટ ક્વાટર (25) સ્ત્રી
ઇડર : ચિત્રોડા (58) પુરૂષ
અંકાલા (59) પુરૂષ
મોહનપુરા (56) પુરૂષ
સીન્ધી કોલોની (37) પુરૂષ
બડોલી (56) પુરૂષ

અરવલ્લીમાં 800 ના બદલે 3 દિવસથી રોજના 1500 લોકોના સેમ્પલ લેવાનું શરૂ
અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગે કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાવા ની શરૂઆત થતાં તા. 1 થી 5 જાન્યુઆરી દરમિયાન રોજિંદા 800 સેમ્પલ લેવાતા હતા. પરંતુ જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં કોરોના ના દર્દીઓમાં ધરખમ વધારો નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી રોજિંદા 1500 લોકોના સેમ્પલ લેવાનું શરૂ કરાયું છે. પરિણામે એક સપ્તાહમાં જિલ્લામાં અત્યાર સુધીમાં 8500 લોકોના સેમ્પલ લેવાયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

મોડાસા, વાત્રક અને ભિલોડા હોસ્પિટલમાં 172 નવા બેડ ઊભા કરાયાં
અરવલ્લીમાં કોરોનાના કેસમાં રોજ વધારો થતાં મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં 50 કરાયા હોવાનું આરોગ્ય બાયડની વાત્રક હોસ્પિટલમાં 50 તેમજ ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં 72 બેડ ઊભા કરાયા છે. જિલ્લામાં કોરોનાની ત્રીજી લઈને પહોંચી વળવા માટે 98 ઓક્સિજન મશીન તૈયાર કરાયા છે. તદુપરાંત ભિલોડા વાત્રક અને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં એક એક ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો છે ઓમિક્રોન દર્દીઓ માટે અરવલ્લી જિલ્લામાં ઓમિક્રોનના દર્દીઓ માટે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં એક અલગજ અલાયદો વોર્ડ ઉભો કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...