શિક્ષણ:આરટીઈ અંતર્ગત પ્રવેશના બે રાઉન્ડ છતાં 96 બેઠક ખાલી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની જોગવાઇઓ અંતર્ગત ગરીબ બાળકોને પણ ખાનગી શાળાઓમાં પ્રવેશ મળે તે હેતુસર બબ્બે રાઉન્ડ કરવા છતાં ધો-1 ની 96 જગ્યાઓ ખાલી રહેતા પ્રવેશ મેળવી ચૂકેલા બાળકો અન્ય શાળાની ખાલી જગ્યામાં તબદીલ થવાં માંગતા હોય તો શુક્રવાર સુધી ત્રણ દિવસનો ત્રીજો રાઉન્ડ શરૂ કરાયો છે.

ચાલુ વર્ષે તા.27/07/21થી રાઇટ ટૂ એજ્યુકેશન એક્ટ અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ અને બીજા રાઉન્ડને અંતે 807 પૈકી 711 બાળકોએ જ ધો-1માં પ્રવેશ મેળવતા બાકી રહેલ 96 જગ્યા માટે વિભાગ દ્વારા ત્રણ દિવસનો ત્રીજો રાઉન્ડ શરૂ કરી બાળકોને અન્ય શાળામાં જવું હોય તો પસંદગીનો વિકલ્પ ખૂલ્લો મૂક્યો છે.

જેમાં પસંદ કરેલ શાળામાં ફેરફાર કરવા માંગતા હોય તેમણે આરટીઇના વેબ પોર્ટલ પર જઇ જૂના પસંદગીનુ મેનુ ક્લીક કરી ખાલી બેઠકો વાળી પસંદગીના ક્રમ મુજબની શાળા પસંદ કરવા તથા કોઇપણ પ્રકારની સમસ્યા હોય તો હેલ્પલાઇન નંબર પરથી મદદ મેળવવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરીએ જણાવ્યુ હતુ. તેમણે ઉમેર્યું કે 17 સપ્ટેમ્બર પછી બીજા રાઉન્ડની અરજીઓને ફાઇનલ ગણી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...