તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:8 દિવસમાં કોરોનાના 940 પોઝિટિવ કેસ, મે માસના પ્રારંભથી કોરોના 100ને પાર

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠામાં શનિવારે વધુ 107 સંક્રમિત અને 4નાં મોત જ્યારે વધુ 83 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં રજા અપાઈ
  • 1109 એક્ટિવ કેસ, 8 દિવસમાં કોરોનાથી 37 દર્દીઓના મોત, 736 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા

સાબરકાંઠા જિલ્લામાં શનિવારે વધુ 107 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં 64 પુરુષ અને 43 મહિલાઓનો સમાવેશ થાય છે. સામે 83 દર્દીઓ કોરોના લક્ષણ મુક્ત બનતા રજા આપવામાં આવી હતી. જ્યારે 04 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. આ સાથે જિલ્લામાં 254 શહેરી અને 855 ગ્રામ્ય મળી કુલ 1109 એક્ટિવ કેસ ની સંખ્યા થઈ છે. મે મહિનાથી પ્રારંભથી કોરોના પોઝિટિવ કેસનો આંકડો 100ની પાર રહ્યો હતો અને છેલ્લા 8 દિવસ દરમિયાન 940 લોકો સંક્રમિત થયા હતા જેમાં 588 પુરુષ અને 352 મહિલાનો સમાવેશ થાય છે.

સાબરકાંઠા જિલ્લામાં મે મહિનામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર નીકળી ગયું છે. દિનપ્રતિદિન મોટી સંખ્યામાં લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. છેલ્લા 8 દિવસમાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ 940 વ્યક્તિઓ સંક્રમિત થયા છે.જ્યારે 736 દર્દીઓને કોરોના લક્ષણ મુક્ત બનતા રજા આપવામાં આવી હતી અને 37 દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. 940 પોઝિટિવ કેસમાંથી છેલ્લા 8 દિવસમાં સૌથી વધુ હોટસ્પોટ હિંમતનગરમાં 532, તલોદમાં 143, પ્રાંતિજમાં 106, ઇડરમાં 62, વડાલીમાં 40,ખેડબ્રહ્મામાં 38, પોશીનામાં 12 અને વિજયનગરમાં 07 વ્યક્તિ સંક્રમિત થઈ ચૂક્યા છે.

ઉત્તર ગુજરાતમાં 1082 કેસ, 36 મોત
ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના 107 કેસ અને અરવલ્લીના 41 કેસ સહિત 1082 કેસ નોંધાયા હતા. જેમાં બનાસકાંઠામાં દાંતીવાડા બીએસેફ કેમ્પના ઇન્સપેક્ટર સહિત જિલ્લા 280 કેસ નોંધાયા હતા. સામે 1નું મોત થયું હતું.મહેસાણા જિલ્લામાં 518 કેસ અને મહેસાણામાં 18 અને વિસનગરમાં 6 મૃતકોની કોરોના ગાઇડલાઇન મુજબ અંતિમવિધિ કરાઈ હતી.પાટણ જિલ્લામાં નવા 136 કેસ નોંધાયા હતા.

મે મહિનાના તાલુકા વાઈઝ પોઝિટિવ કેસ

તાલુકો1મે2મે3 મે4 મે5 મે6મે7 મે8 મેકુલ
હિંમતનગર5275857681675343532
તલોદ20821261623623143
પ્રાંતિજ1714191919477106
ઇડર944997101062
વડાલી04017354740
ખેડબ્રહ્મા41630521738
પોશીના1251300012
વિજયનગર111011207
કુલ10410914115113211284107940

​​​​​​​

કુલ પોઝિટિવ કેસ

તાલુકોશહેરીગ્રામ્યકુલ
હિંમતનગર106516112676
ઇડર177481658
ખેડબ્રહ્મા86127213
પ્રાંતિજ145406551
તલોદ192406598
વડાલી85140225
પોશીના03939
વિજયનગર0131131
કુલ175033415091
અન્ય સમાચારો પણ છે...