તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સાબરકાંઠામાં 104 દર્દીઓ સામે 94 ડિસ્ચાર્જ, 9નાં મોત

હિંમતનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • એપ્રિલમાં તંત્રએ કુલ 77 મોત જાહેર કર્યા, 30 દિવસમાં 1783 લોકો સંક્રમિત, હિંમતનગરમાં 5 મે સુધી લૉકડાઉન લંબાવાયું

સાબરકાંઠામાં શનિવારે વધુ 104 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સામે 94 ડિસ્ચાર્જ કરાયા હતા. જ્યારે 9 વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. આમ એપ્રિલમાં તંત્રએ કુલ 77 મોત જાહેર કર્યા છે. 30 દિવસમાં 1783 લોકો સંક્રમિત થયા હતા અને શનિવારે 104 કેસ નોંધાવા છતાં પ્રથમવાર એક જ દિવસમાં એક્ટીવ કેસ માત્ર એકના વધારા સાથે 943 થયા છે.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લામાં શનિવારે નોંધાયેલ કુલ 104 પોઝિટિવ કેસ પૈકી હિંમતનગરમાં 52, ઇડરમાં 9, ખેડબ્રહ્મા 4, પ્રાંતિજમાં 17, તલોદ 20, પોશીના અને વિજયનગરમાં 1-1 વ્યક્તિ સંક્રમિત થતાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. કલેક્ટર ડો. રાજેન્દ્ર કુમાર પટેલે હિંમતનગર શહેરમાં રાત્રી ક્ફર્યૂ અને સ્વૈચ્છિક લોકડાઉન 5 મે સુધી લંબાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું..

તાલુકા મુજબ એક્ટિવ કેસ
તાલુકો શહેરી ગ્રામ્ય કુલ

હિંમતનગર 155 380 535
ઇડર 16 43 59
ખેડબ્રહ્મા 7 19 26
પ્રાંતિજ 16 116 132
તલોદ 27 135 162
વડાલી 4 5 9
પોશીના 0 6 6
વિજયનગર 0 14 14
કુલ 225 718 943

આ બધું લૉકડાઉનમાં બંધ રહેશે
-દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, રેસ્ટોરન્ટ, તમામ લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્ષ, શૈક્ષણિક સંસ્થા અને કોચીંગ સેન્ટરો, સિનેમા, થિયેટરો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, વોટરપાર્ક, જાહેર બાગ બગીચા, મનોરંજક સ્થળો, સલુન, સ્પા, બ્યુટી પાર્લર, જિમ સ્વિમિંગ પૂલ ઉપરાંત તમામ પ્રકારના મોલ તથા કોમર્શિયલ કોમ્પલેક્ષ
-તમામ માર્કેટિંગ યાર્ડ તથા તમામ માર્કેટ બંધ રહેશે. એપીએમસીમાં શાકભાજી તથા ફળફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશ
- લગ્ન માટે 50 વ્યક્તિઓની મંજૂરી રહેશે
- અંતિમક્રિયા દફનવિધિ માટે મહત્તમ 20 વ્યક્તિઓની મંજૂરી રહેશે.
-તમામ પ્રકારના રાજકીય સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક શૈક્ષણિક કાર્યક્રમો મેળાવડાઓ સદંતર બંધ રહેશે.

આ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે
-કોવિડ 19 ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે
-મેડિકલ-પેરામેડિકલ થતા તેને આનુસંગિક સેવાઓ
-ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા
-ડેરી, દૂધ શાકભાજી ફળફળાદી ઉત્પાદન વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડિલિવરી સેવા
-શાકભાજી માર્કેટ ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે
-કરિયાણું, બેકરી બધા પ્રકારની ખાદ્ય-સામગ્રીનું વેચાણ અને તેના વેચવા માટેની ઓનલાઈન તમામ સેવાઓ
-અનાજ તથા મસાલા દળવાની ઘંટી
-ઘરગથ્થુ ટિફિન સર્વિસીસ અને હોટલ રેસ્ટોરન્ટમાંથી ટેક અવે સેવા આપતી સેવાઓ
-પોસ્ટ અને કુરિયર સર્વિસ
- ઔદ્યોગિક એકમો અને તેને રો મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેના સ્ટાફ માટેની વાહન વ્યવસ્થા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો