ચંદનના ઝાડની ચોરી:ફીંચોડમાં 90 હજારના 10 ઝાડ ચોરાયા; બારેક વર્ષ અગાઉ વાવ્યાં હતા અને તૈયાર થવા આવ્યાં ત્યારે જ કાપી ગયાં!

હિંમતનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચંદનના ઝાડની ચોરી કરવામાં આવી - Divya Bhaskar
ચંદનના ઝાડની ચોરી કરવામાં આવી

ઇડર તાલુકાના ફીંચોડ ગામમાં બારેક વર્ષ અગાઉ વાવેતર કરેલ અને તૈયાર થઇ જવા આવેલ ચંદનના 13 જેટલા વૃક્ષો કટરથી કાપી 10 વૃક્ષના થડનો માવો કિં.રૂ.90 હજાર ચોરી કરી લઇ જતા જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

અનેકવાર ચંદનના ઝાડની ચોરી થાય છે
ચંદન ચોરો માટે ઇડર તાલુકો અભયારણ્ય બની ગયો છે. ઇડર પંથકમાં ચંદન ચોરો છેલ્લા ત્રણેક વર્ષથી બેખોફ બની ખેડૂતોની દાયકાઓની મજૂરી અને ઇંતેજાર ઉપર પાણી ફેરવી રહ્યા છે અને નિયમિત અંતરાલે ખેતરમાંથી ચંદનના ઝાડ કાપીને હવામાં ઓગળી જાય છે ચંદર ચોરો માટે ઇડર તાલુકો અભ્યારણ્ય બની ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.

13 જેટલાં વૃક્ષ કપાયેલા હતા
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર ઇડર તાલુકાના ફીંચોડ ગામમાં રહેતા દિલીપભાઇ ભાયાભાઇ પટેલના સર્વે નં. 958 વાળા ખેતરમાં બારેક વર્ષથી ચંદનના 500 વૃક્ષોનું વાવેતર કર્યું છે તેમના જણાવ્યાનુસાર તા.03/05/22 નારોજ બપોરે બારેક વાગ્યે ખેતરમાં આંટો મારવા જતા સંખ્યાબંધ ચંદનના ઝાડ કપાઇ ગયેલા જોવા મળ્યા હતા જેથી તેમણે અન્ય લોકોને બોલાવી તપાસ કરતા 13 જેટલા ચંદનના વૃક્ષ કપાયેલા હતા. તે પૈકી 3 ઝાડ કાપીને ખેતરમાં જ પડેલા હતા દસ ચંદનના ઝાડના થડનો વચ્ચેનો ભાગ - માવો અલગ તારવીને તસ્કરો ફરાર થઇ ગયા હતા. દિલીપભાઇએ જાદર પોલીસ સ્ટેશનમાં બબ્બે ફૂટના ટૂકડા લેખે 10 વૃક્ષના 20 ફૂટ જેટલો ચંદનના ઝાડનો થડનો ભાગ ચોરી કરી લઇ જવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરી થયેલ ચંદનની કિંમત રૂ.90 હજાર મૂકી હતી.

અન્ય સમાચારો પણ છે...