તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખનીજ માફિયાઓમાં ફફડાટ:સાબરકાંઠામાંથી રેતી ચોરતાં 9 વાહનો પકડાયા

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી 13 લાખ દંડ વસૂલવા તજવીજ
  • હિંમતનગર, પ્રાંતિજ તાલુકામાં પણ રેડ કરી, વડાલીમાંથી 140 ટન રેતી અને કપચી પકડાઇ

સાબરકાંઠામાં હિંમતનગર પ્રાંતિજ અને વડાલી તાલુકામાંથી ખાણ ખનીજ વિભાગે રેતી ચોરી કરતાં રૂ.1.20 કરોડના વાહનો અને ગેરકાયદે વેચાણ કરવા સ્ટોક કરેલ 140 મેટ્રિક ટન રેતી કપચીનો જથ્થો સીઝ કરી દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી નોંધનીય છે કે ખનીજચોરોના પગારદાર શખ્સો ખાણ ખનીજ વિભાગની રેકી કરી વોટ્સએપ ગ્રુપમાં ખનીજ વિભાગના કર્મચારીઓની તમામ હિલચાલની અપડેટ કરતા રહે છે.

શુક્રવારે ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોશીએ સૂચના આપતાં હિંમતનગર તાલુકામાં સરોલીથી રેતી ચોરી કરતાં રોયલ્ટી પાસ વગરના 2 ટ્રક, ટોલટેક્સ નજીકથી એક ટ્રક દેરોલ પાસેથી 3 ટ્રેક્ટર અને એક ટ્રક ચાલક વિભાગની ટીમને જોઈ લાલપુર ગામમાં ઘૂસી જતાં તેનો પીછો કરી ઝડપી હતી. જ્યારે પ્રાંતિજ અને તાજપુરકૂઈ વિસ્તારમાંથી પણ બે ટ્રક ઝડપી કુલ રૂ.1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ભૂસ્તરશાસ્ત્રીય જણાવ્યું કે રૂ.13 લાખની દંડકીય વસૂલાતની કાર્યવાહી હાથ ધરાઇ છે તેમણે ઉમેર્યું કે વડાલીમાં ગેરકાયદે રેતી કપચીનો સ્ટોક કરી વેચાણ કરી રહેલ જાવેદભાઈ મેમણના ત્યાંથી 140 મેટ્રિક ટન જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...