તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:9 પાટીદારોને સા.કાં. જિ.પં.માં અને 42 ને 8 તા.પં.માં ભાજપે ટિકિટ આપી

હિંમતનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હિંમતનગર તા.પં.ના વિરોધ પક્ષના નેતા પ્રકાશચંદ્ર વૈદ્યના પત્નીને ટિકિટ અપાઇ

ભાજપે ગુરૂવારે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરતાં ક્યાંક પૂર્વ સદસ્યના પતિ કે પત્નીને તો ક્યાંક ઉમર વધુ હોવા છતાં ધારાસભ્યના કહેવાથી ટિકિટ ફાળવવામાં આવી હોવાના આક્ષેપ સાથે અસંતોષ વ્યક્ત થઇ રહ્યો છે. આ વખતની ચૂંટણીમાં બેઠકોમાં આમૂલ પરિવર્તન આવતા ગત ટર્મમાં જિ.પં.ના વિરોધપક્ષના નેતાને બેઠક બદલાતાં ચૂંટણી લડવાનો મોકો મળ્યો નથી બીજી બાજુ જિલ્લા પંચાયતમાં 36 પૈકી 9 અને 8 તાલુકા પંચાયતની 172 પૈકી 42 બેઠકો પર પાટીદારોને ટિકિટ આપી જ્ઞાતિ સમીકરણને સરખુ કરવાનો પ્રયાસ કરાયો છે.

ભાજપ ગુરૂવારે ઉમેદવારોની યાદી જાહેર કરાતાં રોષ અને ગણગણાટ શરૂ થઇ ગયો છે. મહદ્દઅંશે પ્રદેશ પ્રમુખના આદેશનુ પાલન કરાયુ છે. સગાવાદ અને ધારાસભ્યની નિકટતાને નિયમો કોરાણે મૂકી પોષવામાં આવી હોવાના આક્ષેપ શરૂ થઇ ગયા છે હિંમતનગર તા.પં.ના વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલ પ્રકાશચંદ્ર વૈદ્યના પત્નીને ટિકિટ અપાઇ છે તો જિ.પં.માં મોયદ બેઠકમાં સામાન્ય સ્ત્રીને બદલે બિન અનામત સામાન્ય બેઠક આવતા વર્ષાબેનના પતિ વિપુલકુમાર ભોગીલાલને ટીકીટ ફાળવાઇ છે તો કેશરપુરા અને દોલતાબાદ બેઠક પર જૂના સદસ્યને રીપીટ કરાયા છે.

પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે તેમના નીકટના વ્યક્તિને 60 વર્ષ ઉપર ઉમર થઇ જવા છતા ટીકીટ અપાવી હોવાનો તથા ખોટા પૂરાવા રજૂ કરી ઓછી ઉંમર બતાવી હોવાનો ગંભીર આક્ષેપ થઇ રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર સંગઠન પ્રમુખે નિયમોનુ પાલન કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં મૂડીવાદ, સગાવાદ અને નેતાઓની નીકટતા ઉમેદવારી પ્રક્રિયા પર હાવી થયેલી જોવા મળી હતી જેનાથી પેદા થનાર અસંતોષનો ફાયદો મેળવવા કોંગ્રેસ રાહ જોઇને બેઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો