તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવવધારો:ગેસનો ભાવ વધારો થતાં સિરામિક એકમોમાં ટાઇલ્સના ભાવમાં 8 થી 9 ટકાનો વધારો

હિંમતનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીઝલ અને ગેસના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન અને ઉત્પાદન બંને મોંઘા

24 ઓગસ્ટથી સિરામિક એકમોમાં ઇંધણ તરીકે વપરાતા ગેસના ભાવમાં રાતોરાત રૂ.5થી વધુનો ભાવ વધારો કરી દેવાતા સિરામિક એકમો દ્વારા તાત્કાલીક અસરથી ટાઇલ્સના ભાવમાં 8 થી 9 ટકાનો વધારો કરી ટાઇલ્સ વિક્રેતાઓને ભાવની જાણ પણ કરી દીધી છે.

સાબરમતી ગેસ કંપની અને ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામિક ઉત્પાદનો માટે ઇંધણ તરીકે વપરાતા ગેસના ભાવમાં રૂ.5થી વધુનો વધારો ઝીંકી દીધો છે.સિરામિક ઉદ્યોગકારોએ ભાવવધારો પાછો ખેંચવા સરકારમાં રજૂઆત કરવાની તજવીજ હાથ ધરવાની સાથે વિક્રેતાઓને પણ 24 ઓગસ્ટથી થનાર ટાઇલ્સની તમામ ડિલિવરી માટે ઉત્પાદન ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશનનો ભાવ વધારો જોડી નવા ભાવની જાણ કરી છે. વિવિધ કેટેગરીમાં થયેલ 8થી 9 ટકાનો વધારો મકાન બનાવતાં ગ્રાહકોનુ ખર્ચ પણ વધારશે.

હિંમતનગરના મંગલમ ટાઇલ્સના વિક્રેતા પ્રિયમ શાહે જણાવ્યું કે જૂનો સ્ટોક છે ત્યાં સુધી જૂના ભાવે આપીશું.ટૂંક સમયમાં નવા ભાવે વેચાણ શરૂ થશે.ઓમ સાંઈના રામલાલ મૌર્યએ જણાવ્યું કે ડબલ ચાર્જ ટાઈલ્સમાં ચોરસ ફૂટે રૂ.2, ડિજિટલ ટાઇલ્સમાં પેટી દીઠ રૂ. 15 થી 20 અને 32 બાય 32 ફ્લોરીંગ ટાઇલ્સમાં ચોરસ ફૂટે રૂ.3નો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...