તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:કિફાયતનગરની 4 મહિલા સહિત 8 શખ્સોની મહિલાને મારવાની ધમકી

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાના પેટના ભાગે લાતો મારી, 8 વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

​​​​​હિંમતનગરને અડીને આવેલ શ્રીનાથ નગરની 4 મહિલા સહિત 8 શખ્સોએ કિફાયતનગર(સવગઢ)ની મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કર હતી.

શ્રીનાથનગરના ભાવનાબાનુ( શબાના) ઝહીર અબ્બાસ મનસુરી, ઝુબેદાબાનુ નુરભાઇ મનસુરી, સલમાબાનુ જાવેદભાઇ મનસુરી, ફાતેમાબાનુ હકીમભાઇ મનસુરી, ઝહીર અબ્બાસ અહેમદભાઇ મનસુરી, નુરભાઇ અલીભાઇ મનસુરી, હકીમભાઇ રહીમભાઇ મનસુરી, જાવેદભાઇ અહેમદભાઇ મનસુરીએ સમીરભાઇ જાનમહમદ મનસુરીના પત્ની મકસુદાબાનુ(29 રહે.કિફાયતનગર સવગઢ)ને ઝહીર અબ્બાસ ફોન ઉપર મારી નાખવાની ધમકી આપી કહેલ કે ઇમરાનને કેમ મારા ઘરેથી લઇ ગયેલ છો તેમ કહી ઝહીર અબ્બાસને ઘેર જતા ભાવનાબાનુ, ઝુબેદાબાનુ,સલમાબાનુ સહિત ફાતેમાબાને શબનમબેન સાથે ઝપાઝપી કરી હતી.

ઝહીર અબ્બાસ, નુરભાઇ, હકીમભાઇ સહિત જાવેદભાઇએ ભાવનાબાનુનુ ઉપરાણું લઇ મકસુદાબાનુને પેટના ભાગે લાતો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી મુઢ મારી મારી દૂરથી ઇંટો અને પથ્થરથી કાચ ફોડતાં અને ઝાવેદભાઇએ બનાવ બાદ ફોન ઉપર ધમકીઓ આપતાં મકસુદાબાનુએ 8 સામે ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...