તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:હિંમતનગરના 8 શખ્સોએ જૂનાગઢના શખ્સને હિંમતનગર બોલાવી અપહરણ કરી લૂંટી લીધો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘડિયાળ, મોબાઇલ, ચાંદીની ચેન તોડી રૂ. 700 રોકડા પણ લૂંટી લીધા

હિંમતનગરના આઠ શખ્સોએ જૂનાગઢથી શખ્સને હિંમતનગર બોલાવી સાબરડેરી પાસે લોખંડની પાઇપો સહિત લાકડીઓ વડે મારમારી અપહરણ કરી રસ્તામાં ઘડિયાળ, મોબાઇલ, ચાંદીની ચેન તોડી રોકડ લૂંટી લેતાં 8 સામે ફરિયાદ નોંધાઇ હતી.

હિંમતનગરના ફારૂકમીંયા મહેબુબમિયાં કાઝી, મકબુલખાન મુનીફખાન મકરાણી, મોહંમદ ફારૂક બચુભાઇ શેખ, ભિલોડાના રહીશ અજીતખાન મુનીફખાન મકરાણી, રાકેશભાઇ રૂપજીભાઇ તબિયાડ,કાંતિભાઇ વાલાભાઇ ચેનવા,ફિરોજખાન મુનીરખાન મકરાણી, આશીફખાન રહેમતખાન મકરાણી નામના 8 શખ્સોએ ભેગા મળી શનિવારે બપોરે બારથી અઢી વાગ્યાના સુમારે જૂનાગઢના મુન્નાભાઇ ઇબ્રાહીમભાઇ,ચંદાણી(52) ને જૂનાગઢથી હિંમતનગર સાબરડેરી પાસે બોલાવી સર્વિસ રોડ ઉપર ગાડી ઉભી રખાવી મુન્નાભાઇ સહિત નવાઝ, મુસ્તાક અને સાહેબખાનને લોખંડની પાઇપો,લાકડીઓ વડે મારમારી પોતાની ગાડીમાં બેસાડી અપહરણ કરી મુન્નાભાઇની રાડો ઘડિયાળનો કાચ, મોબાઇલની ડિસ્પ્લે,ચાંદીની ચેન તોડી નાખી રૂ.45,200/- નું નુકસાન પહોંચાડી ખિસ્સામાંથી રોકડા રૂ.760/- લૂંટી લીધા હતા અને આંખના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. જેથી મુન્નભાઇએ આ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં હિંમતનગર એ ડિવિજન પોલીસે લૂંટ અને અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...