ચોરી:મોડાસાની GIDCમાં એક જ રાતમાં 8 કારખાનાના તાળાં તૂટતાં ફફડાટ

મોડાસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તિજોરીમાં મૂકેલા દસ્તાવેજો રફેદફે કરી નાખ્યાં, ચોરો CCTVમાં કેદ

મોડાસામાં જીઆઇડીસીમાં ગત રાત્રે ચોરોએ 8 કારખાનાને નિશાન બનાવી કારખાનાના શટર ઊંચા કરી અને લોક તોડી અંદર ઘૂસી ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. તસ્કર ટોળકી કારખાનાની ઓફિસમાં કબાટ તિજોરીમાં રહેલા દસ્તાવેજો તેમજ અન્ય ચીજવસ્તુઓ રફેદફે કરી ને ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેમાં ત્રણ તસ્કરો કારખાનાની ઓફિસમાં ઘૂસીને ટોર્ચની મદદથી ઓફિસમાં રહેલા ડ્રોવર તોડીને તેમાં ચોરીને અંજામ આપતાં દેખાઈ રહ્યા હતા. મોડાસાની જીઆઇડીસીમાં એક જ રાત્રિમાં આઠ જેટલા કારખાના તૂટતાં મોટીએકમોના માલિકો અને કામદારોમાં દોડાદોડ મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...