તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાં સંક્રમણ:8 તબીબ, 72 આરોગ્ય કર્મચારી, 50 પોલીસ કર્મચારી, કલેક્ટર, ડીડીઓ પણ કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે

હિંમતનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મને કોરોના નહીં થાય એવા ભ્રમમાં રહી માસ્ક નહીં પહેરતાં લોકો આ હેડલાઇન વાંચે
 • સાબરકાંઠામાં કોરોનાથી 200 નાં મોત કોરોનાથી સૌથી વધુ નવેમ્બરમાં 60 મોત
 • હોટ સ્પોટ હિંમતનગર તાલુકામાં અત્યાર સુધીમાં 684 કેસ ,જે પૈકી 93 નાં મોત થયા
 • મૃત્યુદર પણ ઊંચકાયો ,છેલ્લા પંદર દિવસમાં 263 દર્દી દાખલ, 41 ના મોત થયા
 • લેબ ટેકનિશિયન અને બે પોલીસ કર્મચારી કોરોના સામે જંગમાં હારી જતાં મોતને ભેટ્યા

સાબરકાંઠામાં કોરોનાની સારવાર દરમિયાન મોતને ભેટનાર દર્દીઓની સંખ્યાનો આંકડો 200 ને પાર થઇ ગયો છે. કોરોનાકાળમાં નવેમ્બરમાં સૌથી વધુ 60 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા પંદર દિવસમાં 263 દર્દીઓને કોરોના સારવાર અર્થે દાખલ કરાયા હતા અને 18 નવેમ્બરથી 30 નવેમ્બર 12 દિવસમાં 37 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. માસ્ક પહેરવો કે નહી, સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવુ કે નહી, ડિસ ઇન્ફેકટન્ટ રહેવુ કે નહી તે જિલ્લાજનોએ જાતે જ નક્કી કરવાનુ છે.

પૈસા, હોદ્દો કે પાવર કોરોના કોઇનો સગો નથી. જિલ્લામાં કોરોનાકાળમાં કલેક્ટર, ડીડીઓ, 8 ડોક્ટર, 72 આરોગ્ય અને 50 પોલીસકર્મી કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે. કોરોનકાળમાં સાબરકાંઠા જિલ્લામાં નવેમ્બર મહિનામાં સૌથી વધુ 60 કોરોના દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. સપ્ટેમ્બરમાં 45 અને ઓક્ટોબર મહિનામાં 35 દર્દીઓના મોત થયા છે. તહેવારોમાં ઉમટેલી ભીડ અને ત્યારબાદ તરત જ ઠંડીનુ વધી ગયેલ પ્રમાણ જેવા પરિબળોએ કોરોનાને ફેલાવા સાનૂકૂળ સ્થિતિ સર્જી દીધી હતી અને તેનુ પરિણામ પણ 17 નવેમ્બરથી મળવુ શરૂ થઇ ગયુ છે અને પ્રતિદિન સરેરાશ 18 થી 20 વ્યક્તિને સારવાર અર્થે દાખલ કરવા પડી રહ્યા છે અને એટલા જ દર્દીઓ હોમ આઇસોલેટ થઇ સારવાર લઇ રહ્યા છે.

કોરોનાના બીજા વેવમાં સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે સાથે મૃત્યુદર પણ ઊંચકાયો છે છેલ્લા પંદર દિવસમાં 263 દર્દી દાખલ થયા છે અને અત્યાર સુધીમાં આ સમય દરમિયાન 41 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. હોટ સ્પોટ હિંમતનગર તાલુકામાં અત્યારસુધીમાં 684 કેસ નોંધાયા છે જે પૈકી 93 ના મોત થયા છે જેનો મૃત્યુદર 13.59 ટકા જેટલો થવા જાય છે.

ચેતો :130 કોરોના વોરિયર્સ , 45 થી વધુ અધિકારીઓ-કર્મચારી સંક્રમિત, ત્રણ વોરિયર્સ કોરોના સામે હારી ગયા
છેલ્લા ત્રણ માસમાં કોરોના વોરિયર્સ પણ વ્યવસ્થાપન અને સારવાર કરવા દરમિયાન સંક્રમિત થવામાંથી બાકાત રહ્યા નથી. સા.કાં. કલેક્ટર સી.જે. પટેલ, ડીડીઓ રાજેન્દ્ર પટેલ, હિંમતનગર પ્રાંત અધિકારી યતિન ચૌધરી, ટીડીઓ એ.જે.રાજપૂત, હિંમતનગર ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા અને 40 થી વધુ વહીવટીતંત્રના કર્મચારી કોરોના નિયંત્રણની કામગીરી અને અરજદારોના સંપર્કમાં આવવા દરમિયાન સંક્રમિત થઇ ચૂક્યા છે. ​​​​​​કોવિડ - 19 હોસ્પિટલોમાં ફરજ બજાવતા 8 તબીબો અને 72 પેરા મેડિકલ કર્મચારી સંક્રમિત થયા હતા. 50 પોલીસકર્મી પણ સંક્રમિત થયા હતા તે પૈકી એક લેબ ટેકનિશિયન અને બે પોલીસકર્મી કોરોના સામે જંગ હારી ગયા હતા.

શાકમાર્કેટમાં માસ્ક તો ન પહેર્યું મોઢુ પણ સંતાડી લીધું

તાલુકા અને મહિનાવાર મોતનો આંકડો

તાલુકોમેજૂનજુલાઇઓગસ્ટસપ્ટે.ઓક્ટો.નવે.ડિસે.કુલ
હિંમતનગર221010231529293
ઇડર00469108138
પ્રાંતિજ0052314015
તલોદ03134111023
ખેડબ્રહ્મા000024107
વડાલી0012366119
વિજયનગર000101103
પોશીના001010002
કુલ2522244538604200

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો