ફરિયાદ:તલોદમાંથી પ્રતિબંધિત ચાઈનિઝ દોરીની 77 ફિરકી પકડાઈ

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસઓજીએ બે દિવસમાં 55 હજારની ચાઇનીઝ દોરી પકડી

સાબરકાંઠા એસઓજીએ મંગળવારે મોડી સાંજે મળેલી બાતમીને આધારે તલોદની એક સોસાયટીમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેપાર કરતા શખ્સને ઝડપી લઇ તેના ઘરમાંથી ચાઈનીઝ દોરીની 77 ફીરકી કબજે લઇ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

એસ.ઓ.જી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એસઓજી પીઆઇ વાય.જે. રાઠોડ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉત્તરાયણ દરમિયાન ઉપયોગ ન થાય અને પક્ષીઓને કોઈ હાનિ ન થાય તે હેતુસર અમલી બનાવાયેલ જાહેરનામા અંતર્ગત ટીમને સક્રિય બનાવી કાર્યવાહી હાથ ધરતા એસઓજી પીએસઆઈ કે.કે.રાઠોડે તારીખ 11/01/21 ના રોજ મળેલ ચોક્કસ બાતમીને આધારે તલોદની ચંદ્રપ્રભુ સોસાયટીમાં રહેતા મુકેશભાઈ છગનભાઈ ભોઈના ઘેર તપાસ હાથ ધરતાં ચાઇનીઝ દોરીની 77 ફીરકી કિં રૂ.15400નો જથ્થો મળી આવતા કબજે લઇ મુકેશભાઈની અટકાયત કરી તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ કે.કે.રાઠોડે જણાવ્યું કે બે દિવસ દરમિયાન ઇડરના જાલીયા પાટિયા નજીકની દુકાનમાંથી 150 ફીરકી અને વડાલીમાંથી 48 ફિરકી મળી કુલ ત્રણ કિસ્સામાં રૂ 55 હજારની ચાઇનીઝ દોરીની 275 ફીરકીનો જથ્થો પકડી લેવામાં આવ્યો છે

અન્ય સમાચારો પણ છે...