તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ:સાબરકાંઠા જિલ્લા આયોજન મંડળ દ્વારા 768 વિકાસના કામો મંજૂર કરાયાં

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં યોજાયેલી આયોજન મંડળની બેઠકમાં વિકાસ કામોને મંજૂરી અપાઇ

સાબરકાંઠામાં વિકાસના રૂ.1015 લાખના ખર્ચે હાથ ધરાનાર 768 વિકાસ કામોને મંજૂરી અપાઇ હતી. બેઠકમાં ઉપસ્થિત રહેલ મંત્રી ઈશ્વરસિંહ પટેલે અમલીકરણ અધિકારીઓને વિકાસના કામો ગુણવત્તા વાળા હાથ ધરવા તાકીદ કરી હતી. ત્રણ વર્ષથી બાકી હોય તેવા કામો એક માસમાં પૂરા કરવા સૂચના આપી હતી. 5 ટકા પ્રોત્સાહક જોગવાઇના રૂ.35 લાખના 27 કામો તથા પાલિકા જોગવાઇના 150 લાખના 18કામો અને ખાસ પ્લાન (બક્ષીપંચ)ના રૂ. 25 લાખના 17 કામોનું આયોજન મંજૂર કરાયું હતું.

કલેક્ટર હિતેષ કોયાએ અમલીકરણ અધિકારીઓને જણાવ્યું કે તાલુકાના વિકાસના કામો કામો ડીડીઓ અને કલેક્ટર લેવલે કામ વાઇઝ પ્રગતિની સમીક્ષા કરાશે. સાંસદ દીપસિંહ રાઠોડ, રમીલાબેન બારા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, ગજેન્દ્રસિંહ પરમાર,ડીડીઓ રાજેન્દ્ર પટેલ, અધિક જિલ્લા કલેકટર એચ.આર. મોદી સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...