વેક્સિનેશન:સાબરકાંઠામાં મેગા વેક્સિનેશનમાં એક જ દિવસમાં 76282 ને રસી અપાઇ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાત્રે 11 કલાક સુધી આરોગ્ય કર્મીઓએ ફરજ બજાવી

સાબરકાંઠામાં 17 સપ્ટેમ્બરે મેગા વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન કરાયા બાદ સાંજે 5 કલાકમાં 58467નું વેક્સિનેશન કરાયા બાદ આરોગ્યકર્મીઓએ રાત્રે 11 વાગ્યા સુધી મહોલ્લે મહોલ્લે ફરીને વધુ 17 હજારનું વેક્સિનેશન કરીને એક જ દિવસમાં 76282 જણાનું વેક્સિનેશન કર્યું હતું. 1 જ દિવસમાં 6.57 ટકા ઉછાળો આવ્યો હતો.

17 સપ્ટેમ્બરે વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી માટે 1 લાખ ઉપરાંત ડોઝની ફાળવણી થતા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ચાર હજારથી વધુ કર્મીઓએ સવારે 6થી રાત્રે 11 સુધી વેક્સિન મેગા ડ્રાઇવનું આયોજન કર્યંુ હતું એક જ દિવસમાં 21463 લોકોને પ્રથમ અને 54819 લોકોને બીજો ડોઝ આપ્યો હતો. જેમાં જિલ્લામાં સૌથી વધુ ખેડબ્રહ્મા તાલુકામાં 97.17 ટકા અને વિજયનગર તાલુકામાં સૌથી ઓછુ 33.98 ટકા વેક્સિનેશન થયંુ હતંુ. 1 જ દિવસમાં 76282નુ વેક્સિનેશન થતા જિલ્લાના 84.10 ટકાને વેક્સિનનો પ્રશ્ન ડોઝ અને 46.42 ટકા લોકોને બીજો ડોઝ આપવામાં સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...