મતદાન:પરબડા તાલુકા પંચાયત બેઠકની પેટાચૂંટણીમાં 66.40 % મતદાન

હિંમતનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ, કોંગ્રેસ-આપના ઉમેદવારો વચ્ચે ટક્કર

હિંમતનગરની પરબડા તા.પં. બેઠકની પેટાચૂંટણી માટે રવિવારે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થતાં સાંજ સુધીમાં 66.40 ટકા મતદાન થતા ભારે રસાકસી જોવા મળી હતી. મંગળવારે હિંમતનગર મામલતદાર કચેરીમાં મતગણતરી હાથ ધરાશે.

પરબડા બેઠકના કોંગ્રેસના ઉમેદવારનું નિધન થતાં પેટા ચૂંટણી યોજાઇ હતી. ઇવીએમ ખોટકાવાની સમસ્યા પણ બહાર આવી હતી. ચૂંટણી વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર 22-પરબડા બેઠકમાં પરબડા, ભોલેશ્વર, નવલપુરના 9 મતદાન મથકો પર કુલ 7929 મતદારોમાંથી 5266 મતદારોએ મતદાન કરતા 66.40 ટકા મતદાન થયુ હતું. આ બેઠક કોંગ્રેસની પારંપરિક છે પરંતુ આ વખતે આપ અને બસપા મોટું ગાબડું પાડે તે તરફ ભાજપ મીટ માંડીને બેઠું છે.

આમનું ભવિષ્ય કેદ
1.સંજયકુમાર કાનજીભાઇ સુતરીયા (કોંગ્રેસ)
2.ભરતકુમાર બાલુભાઇ જાદર (ભાજપ)
3.પ્રવિણકુમાર જેઠાભાઇ વણકર (આમઆદમી)
4.અજયકુમાર દિનેશકુમાર પરમાર (બસપા)

અન્ય સમાચારો પણ છે...