ઠગાઇ:હિંમતનગરના પીપળીયાના 17 ખેડૂતોને મગફળીના 65.81 લાખ ન આપી ઠગાઇ

હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદ તાલુકાની ડોલ્ફીન એગ્રોના માલિકે ઇડરના મેસણ ગામના બે વચેટિયાના માધ્યમથી મગફળી ખરીદી હતી, આપેલ તમામ ચેક રિટર્ન થતાં 3 સામે ફરિયાદ

સાણંદની તાલુકાની ડોલ્ફીન એગ્રોના માલિકે ઇડરના મેસણ ગામના બે વચેટીયાના માધ્યમથી હિંમતનગરના પીપળીયામાંથી મગફળી ખરીદી પેમેન્ટ કરીને વિશ્વાસમાં લીધા બાદ 17 જેટલા ખેડૂતો પાસેથી રૂ.65,81,236 ની મગફળી ખરીદી બેંકના ચેક આપતા તમામ ચેક રિટર્ન થતાં છેતરપિંડી આચરતાં ગાંભોઇ પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

પીપળીયાના વિજયસિંહ જીતેન્દ્રસિંહ રહેવરે બે માસ પહેલા ઘેર બેઠા કોઇ વેપારીને 50 મણ મગફળી આપ્યાની અને તે જ વેપારી ગામના અન્ય ખેડૂતો પાસેથી મગફળી ખરીદી રહ્યો હોવાથી નરેન્દ્રસિંહ ગગનસિંહ રહેવરે પોતાની મગફળી વેચાણ આપવા વિજયસિંહનો સંપર્ક કર્યા બાદ ઇડરના મેસણના હિતેશ પટેલ અને ગેમર નામના બે શખ્સો કે જે ડોલ્ફીન એગ્રો ચાંન્ગોર તા. સાણંદના માલિક રાજુ પ્રજાપતિ માટે મગફળી ખરીદતા હતા તેમની સાથે મુલાકાત કરાવ્યા બાદ તા.12-12-21 ના રોજ 7600 કિલો મગફળી રૂ. 1365 નો ભાવ નક્કી કરી લઇ ગયા હતા અને રૂ. 2,95,699 તથા રૂ. 2 લાખ મળી કુલ રૂ.4,95,699 ના ડોલ્ફીન કંપનીના બે ચેક આપ્યા હતા.

જે તા.22-12-21 ના રોજ બાઉન્સ થયા હતા. તપાસ કરતાં ગામના અન્ય 16 ખેડૂતોના પણ પૈસા ડૂબ્યાની જાણ થતા સાણંદ તાલુકાના ચાંન્ગોર સ્થિત શ્રીશરણ પાર્કમાં આવેલ ડોલ્ફીન એગ્રોની મુખ્ય ઓફિસમાં તપાસ અને રાજુ પ્રજાપતિએ બેસાડી રાખ્યા બાદ રાત્રે ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. નરેન્દ્રસિંહ રહેવરની ફરિયાદને પગલે ગાંભોઇ પોલીસે રાજુ પ્રજાપતિ, હિતેશ પટેલ અને ગેમર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આમની સાથે આટલી છેતરપિંડી
1. નરેન્દ્રસિંહ ગગનસિંહ રહેવર રૂ.4,95,699
2. અરુણસિંહ ગગનસિંહ રહેવર રૂ.2,81,981
3. ભાવેશકુમાર અરૂણસિંહ રહેવર રૂ.2,00,000
4. જીતેન્દ્રકુમાર શામળભાઇ પટેલ રૂ. 5,49,916
5. મુકેશભાઇ ભીખાભાઇ પટેલ રૂ. 6,55,555
6. લાલાભાઇ શંકરભાઇ પટેલ રૂ.4,35,479
7. દિનેશભાઇ પાસીંગભાઇ સંગાડા રૂ.3,65,351
8. સુશીલાબેન જયંતિભાઇ પટેલ રૂ. 2,19,203
9. સંગીતાબેન અમૃતભાઇ સોલંકી રૂ.2,23,624
10. જયેશભાઇ કાળુભાઇ સોલંકી રૂ.3,57,163
11. યોગેશ્વરકુમાર રણછોડભાઇ પટેલ રૂ.1,43,726
12. મનોજભાઇ પૂંજાભાઇ પટેલ રૂ.2,28,810
13. રાકેશકુમાર પૂંજાભાઇ પટેલ રૂ.3,01,020
14. રવીકુમાર તુલસીભાઇ પટેલ રૂ.6,08,275
15. સંદીપકુમાર ધીરજભાઇ પટેલ રૂ.7,01,433
16. નીકુલકુમાર પટેલ રૂ.5,14,871
17. પરેશકુમાર રમણભાઇ પટેલ રૂ.2,89,130

અન્ય સમાચારો પણ છે...