તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ શરૂ:અરવલ્લીમાં 65 % અને સાબરકાંઠામાં 47 % બાળકો આવ્યા

હિંમતનગર, મોડાસા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇડરની કે.એમ.પટેલ હાઇસ્કૂલમાં 50 ટકા બાળકો હાજરી સાથે ઓફલાઇન શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવતા બાળકો શાળામાં આવ્યા હતા. - Divya Bhaskar
ઇડરની કે.એમ.પટેલ હાઇસ્કૂલમાં 50 ટકા બાળકો હાજરી સાથે ઓફલાઇન શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવતા બાળકો શાળામાં આવ્યા હતા.
  • સાબરકાંઠા જિલ્લામાં 4221 વાલીઓએ સંમતિ આપવા છતાં તેમના બાળકો શાળામાં ન આવ્યા, 55.37% વાલીઓએ સંમતિ આપી
  • ધોરણ 6 થી 8 ના વર્ગોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ
  • અરવલ્લીમાં કુલ 54990 વિદ્યાર્થીઓ પૈકી 35774 વિદ્યાર્થીઓ હાજર રહ્યા

સાબરકાંઠા જિલ્લામાં તા.02-09-21 ગુરૂવારથી ધો-6 થી 8 નું ઓફલાઇન શિક્ષણકાર્ય શરૂ થતાં પ્રથમ દિવસે 47.84 ટકા બાળકો ઉત્સાહભેર શાળામાં પહોંચ્યા હતા. પ્રાથમિક શિક્ષણ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ધો-6 થી 8 ના કુલ 56079 વિદ્યાર્થીઓના 31052 વાલીઓએ એટલે કે 55.37 ટકા વાલીઓ સંમતિપત્ર આપી ચૂક્યા છે. એટલે કે 4221 વાલીઓએ સંમતિ આપવા છતાં તેમના બાળકો શાળામાં આવ્યા ન હતા.અરવલ્લી જિલ્લામાં મહામારીના કારણે લાંબી મુદત બાદ ધો. 6 -8 ના વર્ગો શરૂ થયા છે.

ગુરૂવારે પ્રથમ દિવસે ભિલોડા, મેઘરજ, માલપુર, બાયડ, ધનસુરા અને મોડાસા શહેર અને તાલુકાની 738 સ્કૂલોમાં ભણતાં 54990 વિદ્યાર્થીઓ પૈકી 35774 વિદ્યાર્થીઓ હાજર અને 19216 ગેરહાજર રહ્યા હતા. એટલે કે 65 ટકા બાળકો શાળામાં આવ્યા હતા. શાળા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને થર્મલ ગનથી ચકાસણી કરીને સેનેટાઈઝર કરાયા બાદ વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે જ સાબરકાંઠા જિલ્લાની શાળાઓમાં માન્ય સંખ્યાની લગભગ નજીક એટલે કે 47.87 ટકા હાજરી નોંધાઇ હતી.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર ધો-6 થી 8 માં 56079 વિદ્યાર્થી અભ્યાસ કરે છે તે પૈકી 31052 વાલીઓના સંમતિપત્ર આવી ચૂક્યા છે અને પ્રથમ દિવસે ધો-6 ના 9269, ધો-7 ના 8520 તથા ધો-8ના 9042 મળી કુલ 26831 બાળકો ઓફલાઇન શિક્ષણ માટે શાળાએ આવ્યા હતા. જ્યારે સા.કાં.ની 41 ગ્રાન્ટેડ અને 220 ખાનગી શાળાના 64735 બાળકો પૈકી 37324 વાલીઓએ સંમતિ આપી હતી. જેમાં પ્રથમ દિવસે 28219 બાળકોએ પ્રત્યક્ષ શિક્ષણનો સાક્ષાત્કાર કર્યો હતો.

તમામ શાળાઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા સહિત સેનેટાઇઝર, માસ્ક, હેન્ડવોશ વગેરે ઉપલબ્ધ કરાવાયું હતું અને મોટાભાગના બાળકો પાણીની બોટલ ઘેરથી જ લઇને આવ્યા હતા.ઇડરની કે.એમ.પટેલ હાઇસ્કૂલના આચાર્ય કિરણભાઇ પટેલે જણાવ્યુ કે સંમતિ પત્ર સાથે 50 ટકા બાળકોથી ઓફલાઇન શિક્ષણ શરૂ કરાવ્યુ છે. પાણીની બોટલ ઘેરથી લઇને આવવાની અગાઉ સૂચના આપી હતી. વર્ગખંડમાં સેનેટાઇઝર અને વોશરૂમમાં હેન્ડવોશની વ્યવસ્થા છે. મેદાનમાં એકઠા થવાની ના પાડી છે. સામૂહિક પ્રાર્થના મૂલતવી કરાઇ છે અને દરેક વર્ગને વારાફરતી રીસેશ ફાળવવામાં આવી છે.

અરવલ્લી જિલ્લામાં વિદ્યાર્થીઓની વિગત
ભિલોડાકુલ 12122
હાજર7621
ગેરહાજર4501
મેઘરજકુલ 9502
હાજર63302
ગેરહાજર3200
માલપુરકુલ 5241
હાજર2724
ગેરહાજર2517
બાયડકુલ 10316
હાજર7702
ગેરહાજર2614
ધનસુરાકુલ 5667
હાજર3002
ગેરહાજર2365
મોડાસાકુલ 12442
હાજર8423
ગેરહાજર4019
અન્ય સમાચારો પણ છે...