સુવિધા:હિંમતનગર શહેરમાં રૂ 5 કરોડના ખર્ચે 6 ટીપી રોડ બનશે

હિંમતનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ્વિમાર્ગી બનાવી સેન્ટર વર્જ, ફૂટપાથ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાશે, 4 ટીપી રોડની વહીવટી અને તાંત્રિક મંજૂરી મળી ગઇ છે, ટૂંકમાં ટેન્ડરિંગ કરાશે

હિંમતનગર નગરપાલિકા દ્વારા આગામી એક દસકાને નજર સમક્ષ રાખી 6 ટીપી રોડનું નવિનીકરણ કરી દ્વિમાર્ગી બનાવવાનું આયોજન કર્યું છે. જેમાં 4 ટીપી રોડને વહીવટી અને તાંત્રિક મંજૂરી મળી જતાં ટૂંક સમયમાં ટેન્ડરિંગ કરવામાં આવનાર છે. જ્યારે બાકીના બે ટીપી રોડની મંજૂરીની રાહ જોવાઇ રહી છે. આગામી સમયમાં શહેરીજનોને પહોળા અને સિમેન્ટ રોડની સુવિધા મળી રહેનાર છે.

પ્રતિદિન વાહનોની સંખ્યા વધતાં હયાત રસ્તા ગીચ બની રહ્યા છે. આવનારા સમયમાં શહેરના રસ્તાઓ માર્ગ વાહન વ્યવહાર માટે વધુ સાંકડા પડે તેવી સ્થિતિ સર્જાનાર હોઇ હિંમતનગર પાલિકા દ્વારા શહેરના હયાત 6 ટીપી રોડનું નવીનીકરણ કરવાનું આયોજન કરાયુ છે. જેની પાછળ અંદાજે રૂ. 5 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે.

પાલિકા પ્રમુખ યતીનબેન મોદી અને કારોબારી અધ્યક્ષ સાવનભાઇ દેસાઇએ વિગત આપતાં જણાવ્યુ કે શહેરના પોલીટેકનિક ચાર રસ્તાથી એવન સોસાયટી સુધીનો ટીપી રોડ, ઉમા વિદ્યાલય વાળા માર્ગને રાયકાનગરના માર્ગ સાથે જોડતો ટીપી રોડ, આદર્શ બંગ્લોઝવાળો ટીપી રોડ અને અંકિતા ડેરીથી અક્ષર ટીપી રોડને જોડતાં ટીપી રોડનું નવીનીકરણ કરી દ્વિમાર્ગી બનાવવા આયોજન કરાયું છે. જેની વહીવટી અને તાંત્રિક બંને મંજૂરી મળી ગઇ છે.

જેનું ટૂંક સમયમાં ટેન્ડરીંગ કરી એજન્સી નક્કી કરવામાં આવશે. જ્યારે ઉમિયા વિજયથી કૂણાલ સોસાયટી ટીપી રોડ અને હરસિદ્ધ સોસાયટી નજીકના ટીપી રોડના નવીનીકરણ માટે મંજૂરીની રાહ જોવાઇ રહી છે. તેમણે ઉમેર્યું કે આ તમામ માર્ગો દ્વિમાર્ગી અને સિમેન્ટ રોડ બનાવવા સહિત સેન્ટર વર્જ લાઇટ અને બંને બાજુ ફૂટપાથની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

અન્ય સમાચારો પણ છે...