તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:સાબરકાંઠામાં 47 દિવસ બાદ કોરોનાથી 6 વ્યક્તિ સંક્રમિત

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હોટસ્પોટ હિંમતનગરમાં 2, ઇડરમાં 2, વિજયનગર-ખેડબ્રહ્મામાં 1-1 કેસ, 9 ને રજા આપી

સાબરકાંઠા જિલ્લામાં રવિવારે 47 દિવસ બાદ 6 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં એક મહિલા અને પાંચ પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. હોટસ્પોટ હિંમતનગરમાં 2 ઇડરમાં 2 અને વિજયનગર ખેડબ્રહ્મામાં 1-1- વ્યક્તિ સંક્રમિત થતા સારવાર અર્થે દાખલ કરાયા છે. સાબરકાંઠા જિલ્લામાં બીજા વેવનું જોર ઘટવા માંડ્યું છે અને પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓનો આંકડો સીંગલ ડિઝિટમાં આવી ગયો છે જેને પગલે એક્ટીવ કેસની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં નર્મદા નગર સોસાયટીમાં 18 વર્ષિય પુરુષ, આગિયોલમાં 45 વર્ષીય પુરુષ, ઇડરમાં શિવશકિત સોસાયટીમાં 27 વર્ષિય પુરૂષ, રેલ્વે સોસાયટી પાસે 43 વર્ષીય પુરૂષ, વિજયનગરમાં પંચાલ ફળિયામાં 75 વર્ષીય મહિલા અને ખેડબ્રહ્મામાં 62 વર્ષિય પુરુષનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો