તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વિસ્ફોટ:હિંમતનગરમાં 6, ઇડરમાં 3, વડાલી - વિજયનગરમાં 2-2, પ્રાંતિજમાં 1 કેસ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદ તાલુકાના રણાસણના રાઠોડ જસવંતસિંહ જવાનસિંહ ઉ.વ. 72નું સારવાર દરમિયાન મોત નિપજતાં કોવિડ -19ની ગાઈડ લાઈન મુજબ હિંમતનગર ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. - Divya Bhaskar
તલોદ તાલુકાના રણાસણના રાઠોડ જસવંતસિંહ જવાનસિંહ ઉ.વ. 72નું સારવાર દરમિયાન મોત નિપજતાં કોવિડ -19ની ગાઈડ લાઈન મુજબ હિંમતનગર ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
  • સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના 14 નવા કેસ, આંક 534
  • તલોદ તાલુકાના રણાસણના વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

ગુરુવારે સાબરકાંઠામાં નવા 14 કેસ નોંધાતાં આંકડો 534 એ પહોંચી ગયો છે. બુધવારે વધુ 12 દર્દીઓને રજા અપાઇ હતી. તલોદના રણાસણના 72 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હિંમતનગરમાં 6, ઇડરમાં 3, વડાલી - વિજયનગરમાં 2-2, પ્રાંતિજમાં 1 કેસ નોંધાયો હતો.

હિંમતનગર તાલુકામાં કુલ આંકડો 225 સુધી પહોંચી ગયો છે. જ્યારે ઇડર 92 ની સંખ્યા સાથે પ્રાંતિજના 82 સંક્રમિતોની સંખ્યાથી આગળ નીકળી ગયું છે. તલોદના રણાસણના 72 વર્ષીય જશવંતસિંહ જવાનસિંહ રાઠોડનું સારવાર દરમિયાન મોત નીપજતાં હિંમતનગર ખાતે ગાઈડ લાઈન મુજબ અંતિમ સંસ્કાર કરાયા હતા. ગુરૂવારે જિલ્લામાં 14 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 12 જણા કોરોના લક્ષણ મુક્ત બનતા રજા આપવામાં આવી હતી.

કોરોના સંક્રમિત દર્દીઓ
આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરના રાયગઢ માં 65 વર્ષીય પુરુષ અને પોલો ગ્રાઉન્ડમાં 63 વર્ષીય મહિલા,નિકુંજ સોસાયટીમાં 54 વર્ષીય પુરુષ, મહેતાપુરામાં 30 વર્ષીય મહિલા, મહાવીરનગરની નિર્મલ સોસાયટીમાં 60 વર્ષીય પુરુષ, કાંકણોલમાં ટેલિફોન સોસાયટીમાં 66 વર્ષીય પુરુષ, ઇડરના લક્ષ્મણપુરા ગામમાં 60 વર્ષીય પુરુષ, બડોલીમાં 48 વર્ષીય પુરુષ, વેરાબરમાં 30 વર્ષીય પુરુષ, પ્રાંતિજમાં રસુલપુર ગામમાં 68 વર્ષીય મહિલા, વિજયનગરમાં 65 વર્ષીય મહિલા અને વાંકડા ગામમાં 30 વર્ષીય પુરુષ, વડાલી તાલુકામાં વાડોઠમાં 49 વર્ષીય પુરુષ અને વડાલી શહેરમાં 50 વર્ષીય મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

વિજયનગરનીમહિલા અને વાંકડાના યુવકને કોરોના
વિજયનગરના બોરીખોટ વિસ્તારમાં રહેતી મહિલાને ડાયાબિટીસ વધતાં હિંમતનગર ની સિવિલમાં ખસેડાઇ હતી. જ્યાં રિપોર્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો હતો. જ્યારે તાલુકાના વાંકડાના 30 વર્ષીય યુવકને પણ કોરોના પોઝિટિવ આવતા બંને હાલ હિંમતનગર સિવિલમાં ખસેડ્યા છે. વાંકડાનો યુવક સારોલી આવ્યા ની અને પાલ ખાતે ક્રિકેટ સ્પર્ધામાં ગયો હોવાની માહિતી મળી હોવાની તાલુકા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

ખેડબ્રહ્મામાં વાળંદને કોરોના પોઝિટિવ, ગ્રાહકોમાં ભય
ખેડબ્રહ્મામાં જૂની મામલતદાર કચેરી પાસે રહેતા 55 વર્ષીય વાળંદનું 5 ઓગસ્ટે સેમ્પલ લેવાતાં ગુરૂવારે પોઝિટિવ રિપોર્ટ આવતાં પરિવારને હોમક્વોરન્ટાઇન કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...