તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:હિંમતનગરમાં 6, તલોદમાં 2, પ્રાંતિજમાં 3 અને ઇડર અને વડાલીમાં 1- 1 સંક્રમિત, કુલ આંક @509

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના વધુ 13 કેસ

સાબરકાંઠા જિલ્લામાં મંગળવારે હિંમતનગરમાં 6 પ્રાંતિજમાં 3 અને તલોદમાં 2 તથા ઇડર વડાલીમાં 1-1 સહિત કુલ 13 વ્યક્તિઓ સંક્રમિત થયા હોવાનો મંગળવારે રિપોર્ટ આવ્યો હતો. જિલ્લામાં 145 ક્લસ્ટર બની ગયા છે જેમાં આરોગ્ય વિભાગના સર્વે અનુસાર હાઈ રિસ્ક વાળા 3631 અને લો રિસ્ક વાળા 22065 વ્યક્તિઓને અલગ તારવવામાં આવ્યા છે અને હાલમાં 9795 વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. છેલ્લા ચાર દિવસમાં 37 દર્દીઓ કોરોના લક્ષણ મુક્ત બનતા રજા અપાઈ છે.

કોરોના સંક્રમિત દર્દીઓ
આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તલોદના ખેરોલમાં 57 વર્ષીય પુરુષ, મહિયલમાં 47 વર્ષીય પુરુષ, પ્રાંતિજના પલ્લાચરમાં 29 વર્ષીય પુરુષ અને શહેરની ગ્રીન પાર્કમાં 41વર્ષીય પુરુષ, તપોધન વાસમાં 69 વર્ષીય પુરુષ, ઇડરમાં અમન પાર્ક વિસ્તારમાં 70 વર્ષ પુરુષ, વડાલીની જીઇબી કોલોની વિસ્તારમાં 18 વર્ષીય મહિલા, હિંમતનગરમાં એલઆઇસી ઓફિસની બાજુના વિસ્તારમાં 70 વર્ષીય મહિલા, પોલીસ ક્વાટરમાં 29 વર્ષીય યુવક, સહકારી જીન વિસ્તારમાં 25 વર્ષીય મહિલા, રોયલ પાર્ક સોસા.માં 66 વર્ષીય મહિલા, વખારિયા રોડ વિસ્તારમાં 40 વર્ષીય પુરુષ, પોલો ગ્રાઉન્ડમાં આધેડનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...