ઠરાવ:હિંમતનગર તા.પં.ની સામાન્ય સભામાં 6 કરોડના કામો મંજૂર

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર તા.પં.પંચાયતની સામાન્ય સભા મંગળવારે મળી હતી. જેમાં રૂ.6 કરોડના વિકાસ કામો તથા પ્રમોગેશનમાં રહેલ વિસંગતાઓ દૂર કરવા તેમજ હયાત નારીયા રસ્તાઓ નકશામાં કાયદેસર દર્શાવવા માટેની કાર્યવાહી કરવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.

હિંમતનગર તા.પં.ની સામાન્ય સભા તા.પં. સભાહોલમાં તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં 15 નાણાં પંચની ગાઈડલાઈન મુજબ પરિશિષ્ઠ 1, 2 અંતર્ગત 6 કરોડના વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી. સભામાં પ્રમુખ સ્થાનેથી ગુજરાતના નવીન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અભિનંદન આપતો ઠરાવ કરાયો હતો તેમજ પ્રમોગેશનમાં રહેલ વિસંગતાઓ દૂર કરવા તેમજ હયાત નારીયા રસ્તાઓ નકશામાં કાયદેસર દર્શાવવા માટેની કાર્યવાહી કરવા માટે સર્વાનુમતે ઠરાવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...