તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:વરસાદ ખેંચાતાં સાબરકાંઠામાં 58 % વાવેતર જોખમમાં

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લામં પિયતની સુવિધા ધરાવતા ખેડૂતો સ્પ્રિકંલર, દેશી અને ટપક પદ્ધતિ અપનાવી પાક બચાવવા મથામણ કરી રહ્યા છે. - Divya Bhaskar
જિલ્લામં પિયતની સુવિધા ધરાવતા ખેડૂતો સ્પ્રિકંલર, દેશી અને ટપક પદ્ધતિ અપનાવી પાક બચાવવા મથામણ કરી રહ્યા છે.
  • જિલ્લામાં 1.35 લાખ હેકટરમાં વાવેતર થઈ ચૂક્યું છે, હજુ 96 હજાર હેક્ટરમાં વાવેતર બાકી

સાબરકાંઠામાં ચાલુ વર્ષે લગભગ ગત વર્ષ જેટલું જ 1,35,133 હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યુ છે. જિલ્લામાં ક્યાંક સાંબેલાધાર અને ક્યાંક ઝરમર વરસાદ વરસતાં ખરીફ સિઝનનું 58 ટકા વાવેતર જોખમમાં મૂકાયું છે અને ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે અને ખેડૂતો વૈકલ્પિક પિયતનો આશરો લીધો છે.જિલ્લામાં કેટલાક ખેડૂતો બિનપિયત એટલે કે વરસાદ આધારિત ખેતી કરે છે ત્યારે હવે પાક વાવેતર બાદ વરસાદ લંબાતા પાકમાં પિયત ના મળવાને લઈ પાક મુરજાઇ રહ્યો છે તો પિયતની સુવિધા ધરાવતા ખેડૂતો સ્પ્રીન્કલર , દેશી પદ્ધતિ અને ટપક પદ્ધતિ અપનાવી પાક બચાવવા મથામણ કરી રહ્યા છે.

ખેડૂતો સરકાર પાસે કેનાલમાં પાણી છોડવા અથવા ખેડૂતોને આપવામાં આવતી વિજળીમાં આઠ કલાકનો વધારો કરવાની માંગ કરી રહ્યા છે.હજુ પણ વરસાદ ખેંચાશે તો સિંચાઈ વિના ખેડૂતોએ વાવેતર કરેલા પાકમાં નુકસાન જવાની ભીતિ છે.ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ પાક વાવેતર તો કરી લીધું પરંતુ સમયાંતરે વરસાદ ના વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે. જિલ્લામાં ચાલુ વર્ષે જૂનમાં વડાલી તાલુકામાં 26 ટકા વરસાદ વરસતાં જિલ્લામાં સરેરાશ 10.62 ટકા વરસાદ નોંધાયો છે. પરંતુ 8 તાલુકા પૈકી 5 તાલુકામાં છૂટોછવાયો સરેરાશ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.

વાવેતરનો સમય અને હવામાન શાસ્ત્રીઓની આગાહીઓને કારણે ખેડૂતોએ પણ વરસાદી માહોલ જોઈ પૂરજોશમાં ખરીફ વાવેતર કરવા માંડ્યુ હતું. 30 જૂન સુધીમાં જિલ્લામાં મગફળીનું 62531, કપાસનું 35107, મકાઈ 4850, તુવેર 4893, અડદ 3045, સોયાબીન 8748 શાકભાજી 6098 હેક્ટર સહિત કુલ 135133 હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર કરાયું છે. ગત વર્ષે 30 જૂન સુધીમાં 1,29,120 હેક્ટરમાં વાવેતર થયું હતું વરસાદ પણ લગભગ એકસરખો એટલે કે ચાલુ વર્ષે 10.62 ટકા અને ગત વર્ષે 11.14 ટકા નોંધાયો હતો.

30 મી જૂન સુધી છેલ્લા બે વર્ષની વરસાદની ટકાવારી

તાલુકો20202021
હિંમતનગર14.78.65
ઇડર9.0710.47
ખેડબ્રહ્મા10.467.78
પોશીના3.3510.73
પ્રાંતિજ19.284.75
તલોદ15.333.52
વડાલી8.6826.14
વિજયનગર9.1111.92
સરેરાશ11.1410.62
અન્ય સમાચારો પણ છે...