ACBની કાર્યવાહી:હિંમતનગરના લાંચિયા તોલમાપ કર્મીના લોકરમાંથી 5.70 લાખ રોકડ મળી; પેટ્રોલપંપનુ સ્ટેમ્પિંગ કરવા 15 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો હતો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લાંચિયા અધિકારીની તસવીર - Divya Bhaskar
લાંચિયા અધિકારીની તસવીર
  • હેમંતકુમારના SBI તથા BOB બેંકમાં 3 લોકરમાંથી સોના-ચાંદીના દાગીના, 140 ગ્રામની સોનાની લગડી,1860 ગ્રામની ચાંદીની લગડીઓ અને રોકડ મળી કુલ 10,37 લાખનો મુદ્દામાલ મળી આવ્યો

હિંમતનગર રાયગઢ હાઇવે પર આવેલ પેટ્રોલપંપનુ સ્ટેમ્પીંગ કરવાના મામલે તોલમાપ કર્મચારીએ રૂ.15 હજારની માગણી કર્યા બાદ શનિવારે લાંચની રકમ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડી રીમાન્ડ મેળવી બેંકમાં આવેલ લોકરની ઝડતી કરતા લોકરમાંથી 5.70 લાખ રોકડ અને 4.67 લાખના દાગીના સહિત રૂ.10,37,203ની મત્તા મળી હતી.

એસીબી સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર હિંમતનગર નજીક આવેલ પેટ્રોલપંપ પર પંપનુ સ્ટેમ્પીંગ કરાવવા તોલમાપ વિભાગનો સંપર્ક કરતા વર્ગ-3 ના સીનીયર નીરીક્ષક હેમંતકુમાર ખીમજીભાઇ (ઉ.વ.54) એ સ્ટેમ્પીંગ માટે ચકાસણી કરી સીલ મારવાની કામગીરી પેટે રૂ. 15 હજારની માંગણી કરી હતી. જેથી પેટ્રોલપંપ સંચાલકે સા.કાં. એસીબીનો સંપર્ક કરતા તા.30/10/21 ના રોજ પેટ્રોલ પંપ પર જ સ્ટેમ્પીંગ કર્યા બાદ લાંચની રકમ આપવાનુ નક્કી કરાયુ હતુ અને હેમંતકુમાર વાણવી નક્કી કર્યા મુજબ શનિવારે પંપ ઉપર આવી રૂ. 15 હજારની માગણી કરી સ્વીકારતા વોચમાં રહેલ એસીબી ટીમે લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા અને એસીબી કચેરી લાવી તેમની વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

એસીબી પીઆઇ સી.ડી. વણઝારાએ રીમાન્ડ મેળવી હેમંતકુમાર ખીમજીભાઇને સાથે રાખી એસબીઆઇ તથા બીઓબી બેંકમાં આવેલ કુલ-3 લોકરની ઝડતી કરતા લોકરમાંથી સોના ચાંદીના દાગીના, સોનાની લગડીઓ કુલ 140 ગ્રામ, ચાંદીની લગડીઓ કુલ 1860 ગ્રામ મળી કુલ કિં.રૂ.4,67,203 તેમજ રોકડ રકમ રૂ.5,70,000 મળી હતી.

અન્ય સમાચારો પણ છે...