પશુપાલકો આનંદો:1 લી સપ્ટેમ્બરથી સાબરદાણ અને મકાઈના ભરડામાં 50નો ઘટાડો

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડેરીની ડિઝિટલ વાર્ષિક સાધારણ સભામાં જાહેરાત
  • ઈડર અને ધનસુરામાં 1-1 મેગાવોટની ક્ષમતાવાળા સોલર પાવર પ્લાન્ટ ઉભા કરાશે

સાબરકાંઠા- અરવલ્લીની જીવાદોરી સમાન સાબરડેરીમાં દૂધના કિલો ફેટના ભાવમાં ઘટાડો કર્યા બાદ દૂધ ઉત્પાદકોનું નુકસાન વત્તા-ઓછા અંશે સરભર થઇ શકે તે હેતુસર 27 ઓગસ્ટે યોજાયેલ ડિઝિટલ વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન શામળભાઇ પટેલે 1 લી સપ્ટેમ્બરથી સાબરદાણ અને મકાઈ ભરડાના ભાવમાં રૂ. 50નો ઘટાડો કરવા બોર્ડ ઓફ ડિરેકટર્સે નિર્ણય કર્યાની અને ઇડર તથા ધનસુરા શીતકેન્દ્ર ખાતે એક - એક મેગાવોટની ક્ષમતા વાળા સોલર પાવર પ્લાન્ટ ઊભા કરાનાર હોવાની જાહેરાત કરી હતી.

સંઘની 56મી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેને જણાવ્યું કે ગત નાણાંકીય વર્ષ દરમિયાન દૈનિક દૂધ ઉત્પાદનમાં 32.14 લાખ લિટર દૂધ સંપાદન કરવાનું સીમાચિહ્ન બનાવ્યુ છે. કામગીરીની વિગતો વર્ણવ્યા બાદ તેમણે પશુપાલકો માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1 લી સપ્ટેમ્બરથી સાબરદાણ તથા મકાઈ ભરડામાં રૂ.50 નો ઘટાડો કરવાના લીધેલ નિર્ણયની જાહેરાત કરતાં પશુપાલકો માટે આનંદના સમાચાર આપ્યા હતા. સરેરાશ ચાર દૂધાળા પશુ ધરાવતા પશુપાલકોને પ્રતિમાસ સરેરાશ રૂ.1200 થી 1500 ની બચત થશે. અાગામી સમયમાં ઈડર અને ધનસુરામાં શીત કેન્દ્રની ફાજલ જગ્યામાં એક - એક મેગાવોટની ક્ષમતાવાળા સોલર પાવર પ્લાન્ટ લગાવાશે. આ પ્રસંગે સાંસદ દીપસિંહ રાઠોડ, સા.કાં. બેન્કના ચેરમેન અને ડેરીના પૂર્વ ચેરમેન મહેશભાઈ પટેલ, કનુભાઈ પટેલ, ડો.વિપુલ પટેલ, એમ.ડી. બી.એમ. પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...