તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:મોયદ નાથાજીમાં નાની વાતમાં લાકડીઓ અને ધારિયાથી મારામારીમાં 5 ઇજાગ્રસ્ત

હિંમતનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રાંતિજના મોયદ નાથાજીમાં નાની અમથી વાતમાં બોલાચાલી બાદ લાકડી ધારિયા વડે હુમલો કરતાં પાંચ જણા ઘાયલ થતાં પ્રાંતિજ-હિંમતનગરમાં સારવાર અર્થે ખસેડાયા હતા. પ્રાંતિજ પોલીસે સામસામે 13 વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

યુવરાજસિંહે નોંધાવેલ ફરિયાદની વિગત મુજબ તા.01-09-21 ના રોજ સાંજે સાડા પાંચેક વાગ્યે મોયદથી સાંપડ જતા રોડ પર દોડવા ગયા હતા તે દરમિયાન ગામના શૈલેષસિંહ લલીતસિંહ રાઠોડ તેનો ભાઇ સંદિપસિંહ લલીતસિંહ રાઠોડ કેનાલ પાસે આવી ઉભો રખાવી તુ અમારી સામે કેમ જોવે છે કહેતાં યુવરાજસિંહે ઘેર આવીને પિતાજીને વાત કરતા લલીતસિંહના ઘેર ઠપકો કરવા ગયા હતા અને પરત આવ્યા બાદ લલીતસિંહ 9 જણા સાથે લાકડીઓ ધારિયા લઇ આવ્યા હતા અને મારમાર્યો હતો.

આ ફરિયાદની વિરુદ્ધમાં બાલુબા કનકસિંહ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી કે સાંજના સાડા છ એક વાગ્યાના સુમારે યુવરાજસિંહ મોતીસિંહ રાઠોડ, તેમના પિતાજી મોતીસિંહ મહોબતસિંહ રાઠોડ, રાજદીપસિંહ પ્રવિણસિંહ રાઠોડ, પ્રવિણસિંહ મહોબતસિંહ રાઠોડ ઘેર આવ્યા હતા અને અમારી સાથે લડવુ હોય તો આવી જાઓ કહી ઝઘડો કરી પતિ કનકસિંહને મારવા લાગ્યા હતા. બૂમાબૂમ થતાં આજુબાજુમાંથી લોકો દોડી આવતા જતા રહ્યા હતા.

યુવરાજસિંહે આમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
લલીતસિંહ ગુલાબસિંહ રાઠોડ, શૈલેષસિંહ લલીતસિંહ રાઠોડ, સંદિપસિંહ લલીતસિંહ રાઠોડ, કાળુસિંહ રગુસિંહ રાઠોડ, કનકસિંહ ઉદેસિંહ રાઠોડ, ચીરાગસિંહ ધનરાજસિંહ રાઠોડ, સચિનસિંહ કાળુસિંહ રાઠોડ, જશપાલસિંહ ચંદુસિંહ રાઠોડ, સંજયસિંહ સુરજસિંહ રાઠોડ.

બાલુબા રાઠોડની આમની વિરુદ્ધ ફરિયાદ
યુવરાજસિંહ મોતીસિંહ રાઠોડ, મોતીસિંહ મહોબતસિંહ રાઠોડ, રાજદીપસિંહ પ્રવિણસિંહ રાઠોડ, પ્રવિણસિંહ મહોબતસિંહ રાઠોડ.

અન્ય સમાચારો પણ છે...