તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એટીએમ કાર્ડનો ઓટીપી મેળવી તથા ગુગલ પે કસ્ટમર કેરના નામે ક્વીક સપોર્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી કુલ રૂ.49,458 ની ઓનલાઈન છેતરપિંડી કરવાના બે કિસ્સામાં સાબરકાંઠા સાયબર સેલને પૈસા પરત કરાવવામાં સફળતા મળી છે. સાયબર ક્રાઇમ સેલ દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરના ચાંદરણીના દર્શના કુંવરબા ભાટીને બેંક મેનેજર તરીકે ઓળખ આપી એટીએમ કાર્ડ અપડેટ કરવાનું કહી 16 આંકડાનો નંબર તથા સીવીવી નંબર મેળવી ટ્રાન્ઝેક્શન કરી ઓટીપી નંબર મેળવી રૂ.10,100 ઉપાડી લીધા હતા.
જ્યારે બીજા કિસ્સામાં હિંમતનગરના બ્રહ્માણીનગરમાં રહેતા ભવરલાલ હેમરામ લાલ ચૌધરીનું ગુગલ પે પર ટ્રાન્ઝેક્શન ફેલ થતાં ઓનલાઇન સર્ચ કરેલ ગુગલ પે કસ્ટમર કેર નંબર પર વાતચીત કરતા ક્વીક સપોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેનું આઈડી મેળવી ડેબિટ કાર્ડનો ફોટો પાડવા જણાવ્યું હતું અને મોબાઈલનો પૂરેપૂરો એક્સેસ મેળવી ટુકડે-ટુકડે રૂ.43080 ઉપાડી લીધા હતા. બંને કિસ્સામાં સાયબર સેલને તાત્કાલિક જાણ કરાતા વોલેટના નોડલ ઓફિસર સાથે વાતચીત કરી સ્ટોપ ટ્રાન્ઝેક્શન કરાવાયું હતું. જેમાં દર્શના કુંવરબાને રૂ.10,100 અને ભવરલાલ ચૌધરીને રૂ.39,358 પરત આપવામાં સફળતા મળી હતી.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.