તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Himatnagar
 • 47 In Sabarkantha And 5 In Aravalli, 7 In Sabarkantha District Panchayat, 38 In 4 Taluka Panchayats And One Each In Himmatnagar Wadali Municipality

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકાની ચૂંટણી:સાબરકાંઠા માં 47 અને અરવલ્લીમાં 5 ફોર્મ ભરાયા, સાબરકાંઠા જિલ્લા પંચાયત માં 7, 4 તાલુકા પંચાયતમાં 38 અને હિંમતનગર-વડાલી પાલિકામાં એક-એક ફોર્મ ભરાયું

હિંમતનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લામાં ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી હજુ જાહેર કરાઇ નથી સોમવારથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ 2 દિવસમાં 6 ફોર્મ ભરાયા બાદ બુધવારે જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે 07, 4 તાલુકા પંચાયતની 29 બેઠક માટે 38, હિંમતનગર અને વડાલી નગરપાલિકાની એક-એક બેઠક માટે 2 મળી કુલ 47 ઉમેદવારોએ નામાંકન ભર્યું હતું. બુધવારે પ્રથમ વખત બે પાલિકામાં 159 ઉમેદવારીપત્રો લઈ જવાયા હતા.

અપેક્ષા મુજબ જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની ફાયનલ યાદી જાહેર કરાઇ નથી ભાજપ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંગઠન પ્રમુખ ગુરુવારે ફાયનલ યાદીના પત્તા ખોલશે મોડી રાત સુધી ગાંધીનગર ખાતે મંથન ચાલ્યું હતું જ્યારે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ કમલેશભાઇ પટેલે જણાવ્યું કે 12 ફેબ્રુઆરીએ ફાયનલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવનાર છે પરંતુ જ્યાં મજબૂત ઉમેદવારો છે ત્યાં ઉમેદવારી પત્ર ભરવા સૂચના આપી દીધી છે મૂહૂર્તને કારણે એકાદ દિવસનો વિલંબ થઈ રહ્યો છે.

ત્રીજા દિવસે 351 ઉમેદવારીપત્રોનો ઉપાડ થયો
ચૂંટણી વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર બુધવારે હિંમતનગર નગરપાલિકા માટે 69 અને વડાલી નગરપાલિકા માટે 90 લોકો ફોર્મ લઇ ગયા છે જ્યારે 8 તાલુકા પંચાયત માટે 157 અને જિલ્લા પંચાયત માટે 36 બેઠક માટે 35 મળી કુલ 351 ઉમેદવારીપત્રોનો ઉપાડ થયો છે. ત્રીજા દિવસે ચાર તાલુકા પંચાયતની 29 બેઠક માટે 38, જિલ્લા પંચાયતની 6 બેઠક માટે 07 અને હિંમતનગર વડાલી નગરપાલિકાના વોર્ડ નં-2 માં એક-એક ઉમેદવારે નામાંકન ભર્યું છે.

જિલ્લા પંચાયતમાં 7ની ઉમેદવારી

બેઠકફોર્મ ભરાયા
સવગઢ1
વિજયનગર1
દાવડ1
ગોલવાડા1
દોલતાબાદ1
નાદરી2

4 તાલુકા પંચાયતમાં 38ની ઉમેદવારી

ઇડર તાલુકા પંચાયતમાં 11 ફોર્મ ભરાયા
અરોડામાં 1, બડોલીમાં 1, દરામલીમાં 1, ફીંચોડમાં 1, જવાનપુરામાં 1, લાલોડામાં 1, પોશીનામાં 1, ઉમેદગઢમાં 2, મોટાકોટડામાં 2

વડાલી તાલુકા પંચાયતમાં 18 ફોર્મ ભરાયા
નાદરીમાં 3, દાંત્રોલીમાં 2, બડોલમાં 2, ચુલ્લામાં 2, હઠોજમાં 2, થેરાસણમાં 2, ઘરોલ,
ડોભાડામાં 1, ગાંજીપરમાં 1,વાસણામાં 1, મહોરમાં 1

તલોદ તાલુકા પંચાયતમાં 6 ફોર્મ ભરાયા
દોલતાબાદમાં 1, ગોરામાં 1, મોહનપુરમાં 1, મુધાસણમાં 1, રોજડમાં 1,સાગપુરમાં 1

ખેડબ્રહ્મા તાલુકા પંચાયતમાં 3 ફોર્મ ભરાયા
બહેડીયામાં 1, ગાડુમાં 1, મીઠીબીલીમાં 1

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો