તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળસંકટ ટાળવા યોજના:સાબરકાંઠાના 346 ગામોમાં પીવાના પાણી માટે 4.49 કરોડ ફાળવાયાં

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી પુરવઠા વિભાગે સર્વે કર્યો, જળસંકટ ટાળવા યોજનાઓ કાર્યાન્વિત કરાઇ

સા.કાં.માં ઓગસ્ટ પૂર્ણતાને આરે હોવા છતાં મોસમનો સરેરાશ માત્ર 31.50 % વરસાદ થતાં ભૂગર્ભ જળ સ્ત્રોત અને કુદરતી તથા માનવ સર્જિત જળાશયોમાં પાણીની સ્થિતિ ચિંતાજનક સ્તરે હોઈ ઉભી થનાર પાણીની સમસ્યાને ખાળવા વિવિધ યોજનાઓ કાર્યાન્વિત કરાઇ છે.

પાણી પુરવઠાના આસી.એન્જિ. કલ્પેશભાઇ લીંબચીયાએ જણાવ્યું કે વિભાગ દ્વારા હાથ ધરાયેલ સર્વેમાં જિલ્લામાં 346 ગામોને સંભવિત તંગીની યાદીમાં મૂકાયા છે. હિંમતનગર તાલુકામાં 54, તલોદમાં 39, પ્રાંતિજમાં 34, ઇડરમાં 52, વડાલીમાં 22, ખેડબ્રહ્મામાં 54, પોશીનામાં 51 અને વિજયનગરમાં 40 ગ્રામ આઇડેન્ટીફાય કરી બોરની સંખ્યા વધારવા 4.49 કરોડની જોગવાઇ કરવા તજવીજ હાથ ધરાઇ છે.

સાબરકાંઠા જિલ્લામાં તાલુકાવાર પીવાના પાણીની વિતરણ વ્યવસ્થાની વિગત

તાલુકોગામનર્મદાજૂથયોજનાટ્યૂબવેલસાદાકૂવામિનીપાઇપહેન્ડપંપ
હિંમતનગર14614600000
ઇડર14184444306
ખેડબ્રહ્મા74019622324
પોશીના590339440
પ્રાંતિજ646400000
તલોદ737300000
વડાલી565500001
વિજયનગર85407151346

જિલ્લામાં શહેરી, ગ્રામ્ય ઔદ્યોગિક વિસ્તારોમાં અપાતો દૈનિક પાણીનો જથ્થો (MLDમાં)

વિસ્તારજરૂરિયાતસ્થાનિકનર્મદા/ધરોઇઇડર વડાલી
ખેડબ્રહ્મા શહેરી યોજના
ગ્રામ્ય60.847.5525.330
શહેરી33.2117.59
ઔદ્યોગિક11.7000
કુલ105.7418.5532.839

શહેરી વિસ્તારમાં પાણી વિતરણ (એમ.એલ.ડી)

શહેર

પાણીનીજરૂરિયાત

સ્થાનિકનર્મદા/ધરોઇ
હિંમતનગર14.179.874.3
તલોદ2.561.061.5
પ્રાંતિજ3.31.81.5
ખેડબ્રહ્મા3.53.50
વડાલી2.902.9
ઇડર5.9241.92

​​​​​​​

ડેમના પાણીથી 15 હજારથી વધુ હેક્ટરમાં સિંચાઇ થાય છે
કેટલાક ગામોમાં ધરોઇ ડાબા કાંઠાની માઇનોર કેનાલથી હરણાવ-2, ગુહાઇ,હાથમતી ડેમમાંથી કેનાલ મારફતે 15000થી વધુ હેક્ટરમાં સિંચાઇનુ પાણી અપાય છે.

અન્ય સમાચારો પણ છે...