તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરીબ પરિવારોની સંખ્યામાં વધારો:સાબરકાંઠામાં 4 વર્ષમાં 4178 BPL-2595 અત્યંત ગરીબ પરિવાર વધ્યા

હિંમતનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં સૌથી વધુ ગરીબ પરિવાર હિંમતનગર તાલુકામાં,સૌથી ઓછા વડાલીમાં જણાયા

સાબરકાંઠા જિલ્લામાં સામુદાયિક આર્થિક ગ્રાફ વિરુદ્ધ દિશામાં ઊંચો વધી રહ્યો છે છેલ્લા 4 વર્ષમાં સુખી સંપન્ન પરિવારોની સંખ્યા વધી છે તેનાથી ઊલટું ગરીબ અને અત્યંત ગરીબ પરિવારોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. તંત્ર દ્વારા પ્રાપ્ત થતી આંકડાકીય માહિતી અનુસાર જિલ્લામાં 6 લાખ ગરીબ, એક લાખ અત્યંત ગરીબ અને ત્રણ લાખ સાધન સંપન્ન અમીર વસ્તી છે.

કોરોના સંક્રમણને કારણે છેલ્લા 15 માસમાં કેટલા પરિવારોની આર્થિક સ્થિતિ ડગમગાઇ છે તેના ચોક્કસ આંકડા બહાર આવ્યા નથી પરંતુ વિકાસશીલ ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યામાં 4178 અને અત્યંત ગરીબ પરિવારોની સંખ્યામાં 2595નો વધારો થયો છે અપર મિડલ ક્લાસ અમીરોની કેટેગરીમાં જતો રહ્યો છે અને ત્રણ વર્ષમાં 10192 પરિવારોનો વધારો થયો છે જ્યારે લોઅર મિડલ ક્લાસ ગરીબ વર્ગમાં આવી રહ્યો છે અને તેના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે.

જિલ્લા પૂરવઠા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જિલ્લામાં સાધન સંપન્ન પરિવારોની સંખ્યા વર્ષ 2018 માં 59354 હતી તે વર્ષ 2021માં વધીને 69,546 થઈ છે. સુખી પરિવારોની સંખ્યા વધવાથી ઊલટું વર્ષ 2018માં ગરીબ પરિવારોની સંખ્યા 1,07,858 હતી તે વધીને 112036 થઈ છે તથા અત્યંત ગરીબ પરિવારોની સંખ્યા વર્ષ 2018માં 24950 હતી તે વધીને 27520 થઈ છે. કુલ 10,25,211 પૈકી 3,05,695 અમીર, 6,05,101 ગરીબ અને 1,13,813 અત્યંત ગરીબ વસ્તી છે. સૌથી વધુ ગરીબ પરિવાર હિંમતનગર તાલુકામાં છે.

બીપીએલ પરિવાર ક્રમશ: વધતા ગયા છે

તાલુકો2018201920202021
હિંમતનગર22209221802242923341
વિજયનગર12216115881215012955
વડાલી5496548257335750
પ્રાંતિજ12738122121306913080
પોશીના13623137721386313906
તલોદ11493114181117811316
ખેડબ્રહ્મા14524146571495115004
ઇડર15559149841586916684
કુલ107858106293109242112036

અત્યંત ગરીબ પરિવારોમાં 2595નો વધારો

તાલુકો2018201920202021
હિંમતનગર5711593464246559
વિજયનગર2520249825362556
વડાલી2500253725622571
પ્રાંતિજ3223329834173429
પોશીના1724174517611768
તલોદ3546383946334757
ખેડબ્રહ્મા2188222022712310
ઇડર3513348935133570
કુલ24925255602711727520

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...