તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:અરવલ્લીમાં 4 અધિકારી, હિંમતનગરમાં તબીબને કોરોના, 1 મોત

હિંમતનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અરવલ્લી Dy. ડીડીઓ, હિસાબી શાખાના મુખ્ય અધિકારી, પંચાયતનો કર્મી, અરવલ્લી આયોજન અધિકારી અને ભિલોડા મામલતદાર સંક્રમિત
 • મોડાસાની કસ્બા વિસ્તારની મહિલાનું હિંમતનગરમાં મોત, મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં દર્દીઓના ધસારાને લઇ 30 બેડ વધારાયા

અરવલ્લી જિલ્લામાં મંગળવારે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ જિલ્લામાં 4 અધિકારીઓ કોરોના સંક્રમિત થયા હતા. મોડાસાની મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન હિંમતનગરમાં મોત થયું હતું. અરવલ્લી Dy. ડીડીઓ, હિસાબી શાખાના મુખ્ય અધિકારી, પંચાયતનો કર્મી, અરવલ્લી આયોજન અધિકારી અને ભિલોડા મામલતદાર સંક્રમિત થયા હતા.

જ્યારે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો મંગળવારે સા.કાં.માં હિંમતનગરમાં તરુણી અને તબીબ સહિત 15 પોઝિટિવ સહિત જિલ્લામાં કુલ 18 કેસ નોંધાયા હતા અને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં દર્દીઓના ધસારાને લઇ 30 બેડ વધારવામાં આવ્યા હતા.મોડાસાના સરડોઇમાં સંક્રમણ અટકાવવા પંચાયત દ્વારા મંગળવાર અને બુધવારે બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉન અપાયું હતું. જ્યારે બાયડ તાલુકાના સાઠંબા અને વાત્રક પંથકમાં લોકડાઉની ચર્ચાને લઇ ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા મજૂરો વતન તરફ ઉમટ્યા હતા.

અરવલ્લી જિલ્લા આયોજન અધિકારીની તબિયત છેલ્લા બે દિવસથી કથળતાં પરિણામે તેમણે આયુર્વેદિક ઉપચારો શરૂ કર્યા હતા. પરંતુ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં તેમણે મંગળવારે બપોરે રેપિડ ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું કે વધુ સારવાર અર્થે હિંમતનગરની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા છે અને તેમના સંપર્કમાં આવેલા તમામ અધિકારી કર્મચારી અને પદાધિકારીઓને પણ તેમના ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી હતી. અરવલ્લી જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ, હિસાબી શાખાના મુખ્ય અધિકારી અને પંચાયત શાખાનો કર્મચારીને કોરોના થતાં જિલ્લા પંચાયતમાં હડકંપ મચી ગયો હતો. સાવચેતીના ભાગરૂપે જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ સહિત 120 સરકારી કર્મીઓના રેપીડ ટેસ્ટ લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી.

મોડાસાના કસ્બા વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલા ગત સપ્તાહમાં બીમારીમાં સપડાતાં મોડાસામાં સારવાર લેવા છતાં લેવા છતાં તબિયત વધુ લથડી જતાં તેને સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડાઇ હતી. જ્યાં ત્રણ દિવસની સારવાર દરમિયાન મંગળવાર વહેલી સવારે મહિલા કોરોના સામે જંગ હારી ગઇ હતી.

મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના ધસારાને પહોંચી વળવા આરોગ્ય સત્તાવાળાઓ દ્વારા વધુ 30 બેડ ઉભા કરાયા છે. ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓ માટે 48 બેડ હોવાનું સાર્વજનિક હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાકેશભાઈ પટેલે જણાવ્યું હતું. 80 બેડ પૈકી 48 બેડ પર ઓક્સિજન સુવિધા ઊભી કરાઈ છે.

મંગળવારે ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લામાં સૌથી વધુ 114 કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે અને સંક્રમણ અટકાવવા પાટણ શહેરમાં પાંચ દિવસ લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે. મંગળવારે બનાસકાંઠામાં 36 અને મહેસાણા જિલ્લામાં નવા 48 કેસ કોરોનાના નોંધાયા હતા.

લાૅકડાઉનની ચર્ચાને લઈ બાયડના સાઠંબા અને વાત્રક પંથકના મજૂરો વતન જવા રવાના
હાઇકોર્ટે સરકારને લૉકડાઉનનો નિર્દેશ આપ્યા બાદ અફરાતફરીનો માહોલ ઉભો થયો છે. હાઇકોર્ટ દ્વારા 3 થી 4 દિવસનું લૉકડાઉન લાવવા નિર્દેશ કર્યા હતા. આ વાત વાયુવેગે પ્રસરતા જ બાયડના સાઠંબા અને વાત્રક પંથકની ક્વોરીઓ માં કામ કરતાં રાજસ્થાન તથા અન્ય પ્રદેશના મજૂરો જે સાધન મળે તેમાં બેસી અને રવાના થઈ જતા ભારે હલચલ મચી ગઈ છે.

ભિલોડા મામલતદારે રેપીડ ટેસ્ટ કરાવતાં નેગેટિવ આવ્યા, RTPCR રિપોર્ટ કરાવતાં પોઝિટિવ આવ્યા
સોમવારે ભિલોડા મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર કોરોના પોઝિટિવ થયા હતા. જ્યારે મંગળવારે મગળવારે મામલતદારનો રેપીડ ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા શંકા જણાતા મામલતદારનો કોરોનાનો આર.ટી.પી.સી.આરનો ટેસ્ટ ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવતા મામલતદારને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા. નાયબ મામલતદારને ચાર્જ આપી કચેરી ચાલુ રખાઈ છે. કચેરીના અન્ય કર્મીઓના રિપોર્ટ કરાવવા આરોગ્યતંત્ર દ્વારા કાર્યવાહી કરી હતી.

હિંમતનગર શહેરમાં RTPCR માટે વેઇટીંગ
સાબરકાંઠાના તમામ પીએચસી, સીએચસી, અર્બન સેન્ટર, સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાંથી લેવાઇ રહેલ સેમ્પલ હિંમતનગર સિવિલમાં મોકલવામાં આવે છે. અરવલ્લીના સેમ્પલ પણ હિંમતનગર આવે છે તદ્દપરાંત આંતરરાજ્ય અને વિદેશ જનાર લોકો પણ આરટીપીસીઆર માટે સેમ્પલ આપી રહ્યા છે. સિવિલ સૂત્રોના જણાવ્યાનુસાર પ્રતિદિન હજારથી બારસો સેમ્પલ આવે છે પ્રતિદિન 800 થી 1000 સેમ્પલનુ પરીક્ષણ કરી શકાય છે છેલ્લા કેટલાક સમયથી સેમ્પલનુ પ્રમાણ વધ્યુ છે. એક સાયકલમાં 96 સેમ્પલનુ પરીક્ષણ થાય છે અને રિપોર્ટ જનરેટ થતા 6 થી 8 કલાકનો સમય લાગે છે જેને કારણે વેઇટીંગ શરૂ થયુ છે.

સાબરકાંઠામાં જિલ્લામાં કોરોના દર્દીઓ વધતા ફરીથી સરકારી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા કવાયત
સાબરકાંઠા જિલ્લાની સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલો કોરોના દર્દીથી ચિક્કાર થઇ ગઇ છે અને પ્રતિદિન નવા કોરોના કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા ફરીથી સરકારી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ગાઇડલાઇન મુજબ બેડની ક્ષમતા વધારવા કવાયત હાથ ધરાઇ છે. તંત્ર દ્વારા આરટીપીસીઆર ટેસ્ટીંગનુ પ્રમાણ પણ વધારાયુ છે. જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. રાજેશ પટેલે જણાવ્યુ કે સરકારી કોવિડ હોસ્પિટલ ફરીથી ચાલુ કરવા બે હોસ્પિટલ સાથે વાતચીત ચાલુ છે તદ્દપરાંત ગાઇડલાઇન મુજબ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં બેડની ક્ષમતા વધારવા વિચારાઇ રહ્યુ છે. તેમણે ઉમેર્યું કે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં બેડની ક્ષમતા વધારી 200 સુધી લઇ જવાની સુવિધા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો