તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સાબરકાંઠામાં વધુ 4 પોઝિટિવ કેસ, 5 દર્દી ડિસ્ચાર્જ કરાયાં

હિંમતનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોટસ્પોટ હિંમતનગરમાં 2, વડાલી અને વિજયનગરમાં 1-1 કેસ નોંધાયો

સાબરકાંઠા જિલ્લામાં શનિવારે વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા સામે 5 દર્દીઓ કોરોના મુક્ત બનતા રજા આપવામાં આવી હતી. 4 પોઝિટિવ કેસમાંથી હોટ સ્પોટ હિંમતનગરમાં 2 જ્યારે વડાલી અને વિજયનગરમાં 1-1વ્યક્તિ સંક્રમિત થતા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 3 પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરની કર્ણાવતી સોસાયટીમાં 23 વર્ષિય પુરુષ, લક્ષ્મી સોસાયટીમાં 28 વર્ષિય પુરૂષ, વડાલી તાલુકાના મેઘમાં 24 વર્ષિય પુરુષ, વિજયનગરના ખરોલમાં 95 વર્ષિય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

ઉ. ગુ.માં 37 કેસ
જિલ્લોનવા કેસ
મહેસાણા21
પાટણ12
સાબરકાંઠા4
કુલ37
અન્ય સમાચારો પણ છે...