કોરોનાઅપડેટ:સાબરકાંઠામાં વધુ 4 કોરોના કેસ, 4 દર્દીઓ ડિસ્ચાર્જ, એક્ટિવ કેસ 23

હિંમતનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં 3 અને ખેડબ્રહ્માના નીચીધનાલમાં વૃદ્ધા પોઝિટિવ

આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં 3 અને ખેડબ્રહ્મામાં 1 મળી વધુ 4 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વિજયનગરના તબીબનો પુત્ર હિમાચલથી આવ્યા બાદ તેનો પણ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવ્યાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર 609 આરટીપીસીઆર અને 21 એન્ટીજન ટેસ્ટ કરાયા હતા તે પૈકી હિંમતનગરના મહાવીરનગરની નીલકંઠ સોસાયટીના 52 વર્ષીય પુરૂષ, જૂના બળવંતપુરાના 51 વર્ષીય પુરૂષ, બેરણા રોડ પર ઉમિયાનગર સોસાયટીમાં રહેતી 43 વર્ષીય મહિલા અને ખેડબ્રહ્માના નીચી ધનાલની 64 વર્ષીય વૃદ્ધાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

જે તમામ હોમ આઇસોલેટ છે. કોરોના સર્વેલન્સ હેઠળ સારવાર લઇ રહેલ 21 દર્દી પૈકી 4 દર્દીનો નેગેટીવ રિપોર્ટ આવતા કોરોના મુક્ત થયા છે અને વધુ 4 દર્દીનો પોઝિટિવ રિપોર્ટ આવતા એક્ટિવ કેસની સંખ્યા 23 થઇ છે. વિજયનગર તાલુકામાં પણ યુવાન સંક્રમિત થયાનુ જાણવા મળી રહ્યુ છે. ત્યારે હિંમતનગર તાલુકામાં 21, ખેડબ્રહ્મા અને વડાલીમાં એક - એક મળી કુલ 23 એક્ટિવ કેસ છે.

વિજયનગરના તબીબ પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
વિજયનગર તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. એસ. એમ. ચૌહાણના જણાવ્યા અનુસાર વિજયનગરના ખાનગી હોસ્પિટલના તબીબનો પુત્ર હિમાચલ પ્રદેશ ફરવા ગયો હતો જેમાં ચેપ લાગતાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વધુમાં તાલુકા આરોગ્ય અધિકારીના જણાવ્યાનુસાર તબીબ પુત્રનો આરટીપીસીઆર ટેસ્ટ પણ કરાવાયો છે.

અન્ય સમાચારો પણ છે...