તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ચોરીનો મુદ્દામાલ વેચવા આવેલ MPની કૂખ્યાત બગોલી ગેંગના 4 શખ્સો ઝબ્બે

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોરીનો મુદ્દામાલ વેચવા આવેલ એમ.પી.ની કૂખ્યાત બગોલી ગેંગના 4 શખ્સોને એલસીબીએ રૂ.79, 048 નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા - Divya Bhaskar
ચોરીનો મુદ્દામાલ વેચવા આવેલ એમ.પી.ની કૂખ્યાત બગોલી ગેંગના 4 શખ્સોને એલસીબીએ રૂ.79, 048 નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
  • બાકીના 6 પૈકી 5 એમપી અને આંધ્રપ્રદેશની જેલમાં : સા.કાં. LCBના રડાર પર હતા

હિંમતનગર શહેરના મહાકાળી મંદિર રોડ પરની જ્વેલર્સમાંથી થયેલ ચોરીની મોડસ ઓપરેન્ડીની સરખામણીની અન્ય ચોરીઓની ઓપરેન્ડી સાથે કરવા દરમિયાન એમ.પી.ના ધાર જિલ્લાની બગોલી ગામની ગેંગ સાથે મેચ થતાં સા.કાં. એલસીબીએ તમામ કૂખ્યાતોને સર્વેલન્સ પર લીધા હતા ત્યારે કેટલાક શકમંદો હિંમતનગર આવ્યા હોવાનું માહિતીને આધારે કાંકણોલ નજીકથી ચાર શકમંદોને ઝડપી લઇ પૂછપરછ કરતા રાજ્યની 12 જેટલી ચોરીનો ભેદ ખૂલ્યો હતો.

સાબરકાંઠા એસ.પી. નીરજ બડગુજરે વિવિધ ચોરીઓની મોડસ ઓપરેન્ડીનુ અધ્યયન કરી ડેટા એકત્ર કરવા સૂચના આપ્યા બાદ એલસીબી પીઆઇ એમ.ડી. ચંપાવત દ્વારા વિવિધ ટીમો બનાવી ચોરીવાળા તમામ સ્થળની અવારનવાર વિઝીટ કરાવી મોડસ ઓપરેન્ડીનો અભ્યાસ શરૂ કરાયો હતો.જેમાં એવા નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી ચોરીઓને મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કૂખ્યાત બગોલી ગામની કોઈક એક ગેંગ દ્વારા અંજામ અપાઈ રહ્યો છે.

એલસીબી પીએસઆઇ બી.યુ. મુરીમા અને જે.આર. દેસાઈની ટીમો દ્વારા ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક વગેરે રાજ્યોમાં ચોરીઓને અંજામ આપનાર બગોલી ગેંગના કેટલાક શખ્સોને ટેકનિકલ સર્વેલન્સ પર લેવાયા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સને સક્રિય કરાયું હતું.

આ દરમિયાન બાતમી મળી હતી કે બગોલી ગેંગના કેટલાક શખ્સો ચોરીનો મુદ્દામાલ વેચવા હિંમતનગર આવી રહ્યા છે જેને ટેકનિકલ સર્વેલન્સનું સમર્થન મળતાં કાંકણોલ નજીકથી ચાર શકમંદોને ઝડપી લઇ એલસીબીમાં લાવી પૂછપરછ કરતા રાજ્યના સાબરકાંઠા, સુરત, પંચમહાલ, વલસાડ, મોરબી, જામનગર, જૂનાગઢમાં 12 જેટલી ચોરીઓને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી. એલસીબીએ તેમની પાસેથી રૂ.79, 048 નો મુદ્દામાલ પણ કબ્જે લીધો હતો.

એલસીબી પીઆઇ એમ.ડી. ચંપાવતે જણાવ્યું કે શહેરના મહાકાળી મંદિર રોડ પર આવેલ જ્વેલર્સની દુકાનમાં થયેલ ચોરીનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે અને પકડવાના બાકી 6 આરોપી પૈકી એક એમપીની જાંબુઆ જેલમાં છે જ્યારે બે આંધ્રપ્રદેશની કડપ્પા જેલમાં છે. ત્રણ આરોપી વોન્ટેડ છે.

અન્ય સમાચારો પણ છે...