કોરોના અપડેટ:સાબરકાંઠામાં 3 પુરુષ, 1 મહિલા સહિત 4 સંક્રમિત, 15 ને ડિસ્ચાર્જ કરાયાં, 130 એક્ટિવ કેસ

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર, વિજયનગર,વડાલી અને પ્રાંતિજમાં 1-1 કેસ

સાબરકાંઠા જિલ્લામાં શુક્રવારે 3 પુરુષ અને 1 મહિલા સહિત 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સામે વધુ 15 દર્દીઓ કોરોના મુક્ત બનતા રજા આપવામાં આવી હતી સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 130 છે જેમાં 14 શહેરી 116 ગ્રામ્યના છે. 4 સંક્રમિતોને સારવાર અર્થે દાખલ કરાયા હતા. આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શુક્રવારે જિલ્લામાં ચાર તાલુકામાં એક-એક મળી 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં હિંમતનગરના સઢામાં 25 વર્ષીય મહિલા, વિજયનગરમાં કાલવણમાં 60 વર્ષીય પુરુષ, વડાલીના ડોભાડામાં 2 વર્ષીય છોકરો અને પ્રાંતિજ રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં 48 વર્ષીય પુરુષ સંક્રમિત થતાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...