કાર્યવાહી:હિંમતનગરમાં 1 લાખનો તોડ કરવા આવેલા 4 નકલી CBI ઓફિસર ઝબ્બે

હિંમતનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
4 નકલી સીબીઆઈ ઓફિસરોને પકડી પોલીસને સોંપ્યા હતા. - Divya Bhaskar
4 નકલી સીબીઆઈ ઓફિસરોને પકડી પોલીસને સોંપ્યા હતા.
  • હિંમતનગરમાં ચેઇન સ્નેચિંગના આક્ષેપિત યુવકના ઘરે કેસની પતાવટ માટે આવ્યા હતા
  • યુવકના પિતાને દમ મારી કેસ પતાવવા રૂ 1 લાખની માગ કરી, યુવક અને તેના મિત્રોએ પકડ્યા

હિંમતનગરમાં ચાર પાંચ વર્ષ અગાઉ ચેઇન સ્નેચિંગના ગુનામાં આક્ષેપિત યુવકના ઘેર તા.02-10-21ના રોજ સવારે પહોંચી ગયેલા સીબીઆઈ ઓફિસરોએ યુવકના પિતાને દમ મારીને પતાવટ કરવા રૂ.1 લાખની માંગણી કરતાં પિતાએ યુવકને જાણ કરતાં ચારેય જણાને જીઆઇડીસી બોલાવી વાતચીત દરમિયાન ભાંડો ફૂટી જતાં યુવક અને તેના મિત્રોએ ભાગવાનો પ્રયાસ કરી રહેલ ચારેય નકલી સીબીઆઇ ઓફિસરને ઝડપી પોલીસ હવાલે કર્યા હતા.

પોલીસસુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શનિવારે સવારે હિંમતનગરના મહાવીરનગરમાં સા.કાં.બેન્ક સોસાયટીમાં રહેતા જુગલ કેતનભાઇ શાહ (ઉ.વ. 28) સવારે ઘેરથી નીકળી મિત્રો સાથે ગાડીમાં બેસી મોતીપુરા જીઆઇડીસી બાજુ ગયા હતા. દરમિયાન સાડા બારેક વાગ્યે જુગલભાઈના પિતાનો મિત્ર શ્રીપાલ ઉપર ફોન આવ્યો અને કહ્યું કે જુગલની તપાસ કરવા માટે એક સ્વીફટ કાર લઇને ચાર માણસો આવેલા છે અને પોતે સીબીઆઇ ઓફિસરો હોવાની હોવાની ઓળખ આપી પૈસાનો વહીવટ કરો તો જુગલનો કેસ પતાવી આપીએ તેવી વાત કરે છે. જુગલે કોઇ ગુનો કર્યો છે કે કેમ તે જાણી જવાબ આપ જેથી હું આ 'સાહેબો' સાથે જે કંઇ ખર્ચી લઇ કેસ પતાવી આપે તે ખર્ચી આપી કેસ પતાવું.

જુગલ અગાઉ ચેઇન સ્નેચિંગના ગુનામાં પકડાયેલ હતો. પરંતુ છેલ્લા ચાર-પાંચ વર્ષ થી આવું કોઇ ગુનાહિત કામ કર્યું ન હોઈ સીબીઆઇ ઓફિસરો ક્યા ગુનામાં તપાસ કરવા આવ્યા છે તે જાણવા ફોન કરી જે કોઇ હોય તેમને લઇને જીઆઇડીસી ગેટ આગળ આવવા જણાવ. જેથી શ્રીપાલસિંહે ફોન કરી જાણ કરતાં સીબીઆઇ ઓફિસરોની ગાડી આગળ પોતાનું મોપેડ લઇ જુગલના પિતા જીઆઇડીસી ગેટ આગળ બપોરે એકાદ વાગ્યાના અરસામાં આવી પહોંચ્યા હતા અને મેટાલિક ગ્રે કલરની જીજે-7-એ-8487 નંબરની સ્વીફ્ટ કારમાંથી ચાર શખ્સો ઉતર્યા હતા

અને પોતે સીબીઆઇ ઓફિસર હોવાની ઓળખ આપી ચુપચાપ તેમની કારમાં બેસી જવા દમ મારતા જુગલે મે શું ગુનો કર્યો છે અને મને કયા ગુનામાં લઇ જવા માગો છો તેવું પૂછતાં જુગલને સહેજ સાઇડમાં લઇ જઇ મેટર પતાવવી હોય તો તારા બાપુજી પાસે રૂ. એક લાખ મંગાવી વ્યવહાર કરે તો તારી મેટર પતાવી આપીએ તેવી વાત કરતાં જુગલે છેલ્લા ચારેક વર્ષ થી કોઈ ગુનો કર્યો ન હોઈ તમારૂં આઇડી કાર્ડ બતાવો કહેતા આઇડી કાર્ડ બતાવેલ નહીં અને કયા ગુનામાં તપાસ માટે આવ્યા છો તેમ પૂછતાં ચુપચાપ તેમની ગાડીમાં બેસી જવા કડકાઇથી હુકમ કરતાં પહેલા હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન જવાનું કહેતા આનાકાની કરતાં શક પાકો થતાં પોલીસ સ્ટેશને ફોન કરી પોલીસને બોલાવવાનું કહેતા ચારેય જણા ગાડીમાં બેસી ભાગવા જતાં જુગલ અને તેના મિત્રો નીલ સોલંકી તથા શ્રીપાલસિંહ મુકેશસિંહ રાઠોડે ઝપાઝપી કરી 4 બનાવટી શખ્સોને પકડી પોલીસને સોંપ્યા હતા.

આઇડી કાર્ડ બતાવવાનું કહેતા ચારે જણાં પકડાયા
યુવકે તમારૂં આઇડી કાર્ડ બતાવાનું કહેતા આઇડી કાર્ડ બતાવેલ નહીં અને કયા ગુનામાં તપાસ માટે આવ્યા છો તેમ પૂછતાં ચુપચાપ તેમની ગાડીમાં બેસી જવા કડકાઇથી હુકમ કરતાં પહેલા હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન જવાનું કહેતાં આનાકાની કરતાં શક પાકો થતાં પકડી લીધા.

નકલી CBI ઓફિસર

  • પ્રકાશસિંહ ચતુરસિંહ ઝાલા (રહે.નવા તા, હિંમતનગર)
  • ભરતસિંહ શિવાજી ચતુરજી રાજપુત (રહે,પળી તા.ઊંઝા જિ.મહેસાણા)
  • રાજેન્દ્ર એલૈયા નિરેટી(રહે.સીકંદરાબાદ હૈદરાબાદ
  • બારદુબઈ)
  • રાજુ મહેશભાઇ પટેલ
અન્ય સમાચારો પણ છે...