ભૂમાફિયા વિરુદ્ધ કાર્યવાહી:સાબરકાંઠામાં લેન્ડ ગ્રેબિંગની 4 ફરિયાદ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રાંતિજના નનાનપુરમાં મૂળ વાસણાના અને હાલ હિંમતનગરમાં રહેતા રણજીતસિંહ નહારસિંહ સોલંકીએ દલાલોના માધ્યમથી નનાનપુરના નટવરભાઈ મેલાભાઈ ઉર્ફે સાંકાભાઈ પટેલની સર્વે નં. 6 અને 9 વાળી 16 વીઘા જમીન તા.21/09/19 ના રોજ વેચાણ દસ્તાવેજ નં. 1435 થી રૂ. 25 લાખ આપી વેચાણ રાખી હતી. ત્યારબાદ થોડા સમયમાં જ દલાલોએ ફરીથી સંપર્ક કર્યો હતો અને આ જમીનને અડીને આવેલ નટવરભાઈની સર્વે નં. 540 તથા 542 અને 7 વાળી 6 વીઘા જમીન બોર, વીજ કનેક્શન, ઇલેક્ટ્રિક મોટર ડ્રીપ જેવા પિયતના સાધનો, ઓરડી, ઘાસ ભરવાનું ગોડાઉન સાથે વેચાણ આપવાની વાત કરતાં રણજીતસિંહ સોલંકીએ નટવરભાઈ સાથે વાતચીત કરી રૂ. 45 લાખ નક્કી કરી તા.23-10-19 ના રોજ વેચાણ દસ્તાવેજ નં.1601 થી વેચાણ રાખી રૂ. 45 લાખ આપ્યા હતા.

પરંતુ પૈસા લઈ વેચાણ દસ્તાવેજ કરી આપવા છતાં 6 વીઘામાં નટવરભાઈના ઘરના ભાવેશકુમાર નટવરભાઈ પટેલ, ઇલાબેન નટવરભાઈ પટેલ, અંકિતાબેન ભાવેશકુમાર પટેલ, પરેશભાઈ અમીચંદભાઈ પટેલ જમીનનો કબ્જો પણ સોંપતા નથી અને વાવેતર કરી દઇ જમીનમાં પ્રવેશવા દેતા ન હોવા અંગે કલેક્ટરને ગત એપ્રિલમાં અરજી કર્યા બાદ તાજેતરમાં ગુનો નોંધવા આદેશ કરાતાં પ્રાંતિજ પોલીસે તમામ પાંચ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

હિંમતનગરના વીરપુરના યાકુબભાઇ ઉસ્માનભાઇ ભટ્ટના કુટુંબી મર્હુમ મરીયમબેન અકબરભાઇ ભટ્ટે વીરપુરના જૂના સર્વે નં. 71 પૈકી 12039 ચો.મી. જમીન તથા 70 પૈકીની 1800 ચો.મી. જમીન મહમદહુસેન અબ્દુલરજાક મેમણ ના પિતાને વેચાણ આપી હતી. ત્યારબાદ અબ્દુલરજાક ગુલામનબી મેમણે તા.20-03-12 થી જાવીદહુસેન હાજી સુલેમાનભાઇ કડીવાલાને વેચાણ આપ્યા બાદ તેમણે તા.29-03-16 થી આ જમીન અબ્દુલરઝાક ગુલામનબી મેમણે વગેરેને વેચાણ આપી હતી તે ત્રણેય દસ્તાવેજમાં ચતુર્સીમામાં ફેરફાર આવે છે મહમદહુસેન અબ્દુલરજાક મેમણે પોતાના પિતાની આ જમીનમાં વારસાઇમાં નામ દાખલ થતાં બિન ખેતી મંજૂર કરાવેલ જેના લે આઉટ પ્લાનમાં દસ્તાવેજમાં દર્શાવેલ ચતુર્સીમા સિવાયની અલગ જમીન દર્શાવી બિનખેતી કરી હતી. બંને સર્વે નંબરની. કુલ 1-48-40 હેક્ટર આરે ચો.મી. જમીન પચાવી ક્ષેત્રફળમાં વધારો કરી યાકુબભાઇની જમીન ગેરકાયદે કબ્જો કરતાં ત્રણેય સામે રૂરલ પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

ખેડબ્રહ્માની સીમમાં રિ-સર્વે નં. 283 ની 0-76-38 હે. આરે.ની જમીન ભાંભી માધાભાઇ ખેમાભાઈ પાસેથી જીવાભાઈ મણકાભાઈ પટેલે રજીસ્ટર દસ્તાવેજ કરી તા.04/04/2011 ની વર્ષમાં રાખી હતી. આ જમીન પર ખેડબ્રહ્માના શખ્સો દ્વારા ગેરકાયદે દબાણ કરી 8 ગુંઠા જમીન પર અડદનું વાવેતર કરી દીધું હતું. આ અંગે જીવાભાઈ મણકાભાઈ પટેલે કલેક્ટરમાં અરજી કરતા કલેક્ટર કચેરી દ્વારા લેન્ડ ગ્રેબિંગ સમિતિ દ્વારા તપાસ કરાતા 11 શખ્સો દ્વારા જમીન પચાડી પાડવાનો ઈરાદો જણાતા રમણભાઈ વજાભાઈ પરમાર, રાકેશકુમાર દેવચંદભાઈ પંડ્યા, વિષ્ણુભાઈ રેવાભાઈ વણકર, મનુભાઈ રેવાભાઈ વણકર, દિનેશભાઇ ડાહ્યાભાઈ વણકર, બેચરભાઈ વજાભાઈ વણકર, અળખાભાઈ હીરાભાઈ વણકર, રમેશભાઇ હીરાભાઈ પરમાર, ધૂળાભાઈ પરાગભાઇ પરમાર, અમૃતભાઇ હીરાભાઈ પરમાર, હીરાભાઈ વજાભાઇ વણકર સામે ખેડબ્રહ્મા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

વડાલીના કેશરપુરા (ચોરીવાડ)માં મહેન્દ્રભાઇ કમજીભાઇ ફનાત, નિલેશભાઇ મહેન્દ્રભાઇ ફનાત, અનિલભાઇ મહેન્દ્રભાઇ ફનાત, વિશાલભાઇ મહેન્દ્રભાઇ ફનાત, રમીલાબેન મહેન્દ્રભાઇ ફનાત (તમામ રહે.કેશરપુરા) તથા કાન્તીભાઇ ધર્માભાઇ પરમાર (રહે. જોરાવરનગર તા. વિજયનગર)ના દાદા પાસેથી સર્વે નં. 348 પૈકી તથા સર્વે નંબર 345 ની જમીન ચોરીવાડના નરસિંહભાઇ જેસીંગભાઇ પટેલે વેચાણ રાખેલ હોવા છતાં આ તમામ શખ્સોએ છેલ્લા ત્રણ વર્ષથી બળજબરી પૂર્વક પડાવી લઇ તેમાં વાવેતર અને બાંધકામ કરી દેતા વડાલી પોલીસે તમામ 6 સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...