તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્વહન સિંચાઇ યોજના:સાબરકાંઠા અને અરવલ્લીમાં સિંચાઈની સુવિધા વધારવા 351 કરોડ મંજૂર

હિંમતનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના આદિવાસી વિસ્તારોમાં સિંચાઇ અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવાના ભાગરૂપે પાણી પહોંચાડવા મુખ્યમંત્રીની જાહેરાત
  • સાબરકાંઠા જિલ્લામાં 7400 એકર અને અરવલ્લી જિલ્લામાં 4695 એકર જમીનમાં આનો લાભ મળશે

રાજ્યના આદિવાસી વિસ્તારોમાં સિંચાઇ અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવાના ભાગરૂપે ડુંગરાળ અને ઊંચાઈવાળા આદિજાતિ વિસ્તારોમાં પાણી પહોંચાડવા મુખ્યમંત્રીએ કરેલી જાહેરાતમાં ઉદ્વહન સિંચાઇ માટે સાબરકાંઠામાં રૂ. 234 કરોડ અને અરવલ્લી જિલ્લામાં રૂ.117 કરોડની યોજનાઓને મંજૂરી આપતા સાબરકાંઠાની 7400 અને અરવલ્લીની 4695 એકર જમીનને સિંચાઇનો લાભ મળી રહેશે. અરવલ્લી જિલ્લાના મેઘરજ, માલપુર અને મોડાસા તાલુકામાં 48 ગામના 60 તળાવ પણ ભરાશે.

ઘણા લાંબા સમયથી હિંમતનગર તાલુકાની જલુન્દ્રા રાયગઢ અને વાત્રક જળાશયની લીફ્ટ ઇરીગેશન યોજનાઓ નાણાંકીય સહાય વગર મોટાભાગે કાગળ ઉપર જ રહી હોવાથી પાણીની ઉપલબ્ધી હોવા છતાં લોકો અસહાયતાનો અનુભવ કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ 13 મોટી ઉદ્વહન યોજનાઓને મંજૂરી આપવાની સાથે સાબરકાંઠામાં વર્ષોથી પડતર સુજલામ સુફલામ યોજના અંતર્ગત જલુન્દ્રા થી કોજણ ડેમ થઈ રાયગઢ સુધીની રૂ. 236.38 કરોડની ઉદ્વહન સિંચાઇ યોજનાને અને અરવલ્લીના વાત્રક જળાશયમાંથી પાણીનું ઉદ્વહન કરી મોડાસા મેઘરજ માલપુર તાલુકાના આદિવાસી વિસ્તારોમાં પહોંચાડવાની રૂ.117.13 કરોડની યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.

વાત્રક જળાશયના ઉપરવાસમાં મેઘરજના 19, માલપુરના 36 અને મોડાસાના 05 મળી કુલ 48 ગામના 60 તળાવ ઉદ્વહન સિંચાઈ ના માધ્યમથી પાણીથી ભરાશે. જેનાથી અત્યાર સુધી સિંચાઇથી વંચિત 4695 એકર જમીનને પિયતની સુવિધા મળશે એવી જ રીતે જલુંદ્રા રાયગઢ યોજનાથી સાબરકાંઠાની 7400 એકર જમીનને સિંચાઈની સુવિધા મળશે.

મેઘરજ, માલપુર, મોડાસા તાલુકાના 48 ગામના 60 તળાવો લિફ્ટ ઇરીગેશનથી ભરાશે
મેઘરજ, માલપુર અને મોડાસા તાલુકા ના કુલ મળીને 48 ગામોને લિફ્ટ ઇરીગેશનથી સિંચાઇ અને પીવાના ઉપયોગ માટે પાણી મળતું થશે અને 60 ગામના તળાવો પણ ભરાશે. એટલું જ નહીં ખેડૂતો કપાસ,તુવેર, ઘઉં, મકાઈ જેવા પાક માટે પૂરતું પાણી મેળવી ને વધુ પાક ઉત્પાદનથી વધુ આવક રળી શકશે અને આ ઉપરાંત ખેડૂતોને હવે ઉનાળામાં પણ પાક લેવાની સરળતા થશે અને પશુ પક્ષીઓ તથા માનવ વસતીને પીવાનું પાણી પણ પર્યાપ્ત માત્રામાં મળતું થવાની ખેડૂતોને પ્રજાને આશા બંધાઈ છે.

CMને અરવલ્લીના આગેવાનો રજૂઆત કરી હતી
અરવલ્લી જિલ્લામાં વાત્રક જળાશયમાં પાણીની ઉપલબ્ધી હોવા છતાં આ વિસ્તારમાં સિંચાઇ માટે પૂરતુ પાણી આપી શકાતું ન હતું. બહુધા આ વિસ્તાર ડુંગરાળ હોવાથી વરસાદી પાણી નદીમાં વહી જાય છે અને સિંચાઇ કે પીવાના પાણીની સમસ્યા રહે છે. મુખ્યમંત્રી સમક્ષ આ સમસ્યા અંગે રજૂઆત આ વિસ્તારના આગેવાનોઅે રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...