તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઇબર ક્રાઇમ:ભાવપુરના શખ્સના ઓનલાઈન ફ્રોડના 34 હજાર પરત જમા થયા, SBI મેનેજર તરીકે ઓળખાણ આપી ATM કાર્ડ અપડેટ કરવાનું છે કહી કાર્ડની વિગતો મેળવી હતી

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાયબર સેલે સ્ટોપ પેમેન્ટ કરાવ્યા બાદ સાંગલીની કોટક મહિન્દ્રા બેન્કે ચાર મહિને નાણાં પરત કર્યા

હિંમતનગરના ભાવપુર ગામના શખ્સને ફોન કરીને એટીએમ કાર્ડની વિગતો મેળવી ચારેક મહિના અગાઉ આચરાયેલ રૂ. 34,998ના ઓનલાઈન ફ્રોડમાં સાયબર સેલે સતત પ્રયાસો શરૂ કર્યા બાદ સાંગલીની કોટક મહિન્દ્રા બેન્કે ચાર માસ બાદ પુરા નાણાં ભોગ બનનારના ખાતામાં જમા કરાવ્યા હતા.

સાયબર સેલ દ્વારા મળતી માહિતી અનુસાર ભાવપુર ગામના પુંજાભાઈ કોદરભાઇ પ્રજાપતિના મોબાઈલ પર તા. 28/01/20 ના રોજ ફોન આવ્યો હતો અને એસબીઆઈ મેનેજર તરીકે ઓળખાણ આપી એટીએમ કાર્ડ અપડેટ કરવાનું છે કહી કાર્ડની તમામ વિગતો મેળવી રૂ.34998 ના ટ્રાન્ઝેક્શન કરી ઓટીપી મેળવી ફ્રોડ ટ્રાન્ઝેક્શન મારફતે પૈસા ટ્રાન્સફર કરી લીધા હતા. પુંજાભાઈએ સાયબર સેલનો સંપર્ક કરતા આ નાણાં સાયટ્રસ પે ના ગેટવેથી કોટક મહિન્દ્રાના ખાતામાં જમા થયાનું જાણવા મળ્યું હતું. સાયબર સેલ પીએસઆઇ હસ્મીન કાપડિયાએ જણાવ્યું કે સાયટ્રસ પે પાસેથી માહિતી મંગાવતા મહારાષ્ટ્રની સાંગલી  કોટક મહિન્દ્રા બ્રાન્ચમાંના એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર થયાની માહિતી મળતાં તેના બ્રાન્ચ મેનેજરનો સંપર્ક કરી આ એકાઉન્ટ ફ્રીજ કરાવ્યું હતુ. ત્યારબાદ બેંકે કોર્ટ ઓર્ડરનો આગ્રહ રાખતા સતત પ્રયાસો બાદ ચાર મહિને અરજદારના ખાતામાં પૈસા પરત જમા કરાવવામાં સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...