હિંમતનગરને અડીને આવેલ માલીવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં બંધ થઇ ગયેલ ખાણમાં પુરાણ થયા બાદ ગેરકાયદે મકાનોના બાંધકામ કરી પરપ્રાંતિઓને ભાડે આપી દેવાયા હોવાની અને ગત રવિવારે હિંમતનગરમાં શોભાયાત્રા પર હુમલો થયા બાદ બીજા દિવસે એટલે કે સોમવારે રાત્રે મહદ્દઅંશે અસમાજિક તત્વો સક્રિય બની જઇ આ જ લોકોએ દેકારો મચાવ્યાની રજૂઆત થયા બાદ તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવતા ડેપ્યુટી સરપંચ, તેણે બનાવેલ ટ્રસ્ટ અને તેના સગાંવહાલાના નામે પંચાયત રેકર્ડમાં ચડી ગયેલ 32 જેટલી મિલકતોની વિગતો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. જેને પગલે પંચાયતમાં ખોટી આકારણી કરી વીજકનેક્શન અપાવવામાં સહાયરૂપ થનારાઓમાં દોડધામ મચી છે.
ગત 10 એપ્રિલે હિંમતનગર શહેરના છાપરીયા વિસ્તારમાં શોભાયાત્રા અને પોલીસ પર હુમલો થયા બાદ શહેરના ચોક્કસ વિસ્તારોમાં પણ અસામાજીક તત્વો સક્રિય બન્યા હતા અને બીજા દિવસે 11 એપ્રિલ એટલે કે સોમવારે રાત્રે માલીવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં કથિત મૌલવીની ઉશ્કેરણી બાદ મોટું ટોળું એકઠુ થયું હતું અને દેકારો મચાવ્યો હતો.
આ મામલે સ્થાનિકોએ રજૂઆત કર્યા બાદ માલીવાડ પંચાયતમાં હુસેનાબાદ અને અડીને આવેલ રોશનીનગરમાં ગેરકાયદે રીતે 40 થી 50 કાચા પાક મકાનો બનાવી સ્થાનિક શખ્સે પરપ્રાંતિઓને ભાડે આપી દીધા હોવા અંગે અને વીજળી અને પાણી કનેક્શન માટે ગ્રામ પંચાયતના માધ્યમથી ખોટી રીતે આકારણીઓ કરી હોવા અંગે ઉચ્ચ અધિકારીને રજૂઆત કર્યા બાદ ઘોર નિંદ્રામાં પોઢી રહેલ તંત્ર સફાળું જાગી ગયું છે. જાણવા મળી રહ્યા મુજબ આ જગ્યા પર પહેલા ખાણકામ થતું હતું અને તંત્રએ ખાણકામ બંધ કરાવ્યા બાદ પુરાણ કરાયું છે. જેની ઉપર કાચા પાકા મકાનોનુ બાંધકામ થયુ છે.
માલીવાડ ગ્રા.પં. તલાટી કુલદીપસિંહ ભાટીએ જણાવ્યું કે રોશનીનગરમાં સ્થળ તપાસ કરી છે જ્યાં કાચા મકાનો બનાવાયા છે તેમને નોટિસ આપવા તજવીજ ધરાઇ છે. કબ્જેદારો દ્વારા શું આધાર પૂરાવા રજૂ થાય છે તેની ચકાસણી બાદ કાર્યવાહી હાથ ધરાશે.
સર્વેમાં બહાર આવેલી 32 મિલકતોની વિગત નામ અને નંબર સાથે
ક્રમ | મિલકત નંબર | નામ | વિગત |
1 | 5 | કણીયા જબ્બારભાઇ કાસમભાઇ | મકાન |
2 | 6 | કણીયા જબ્બારભાઇ કાસમભાઇ | મકાન |
3 | 7 | કણીયા સિકંદરખાન જબ્બારખાન | મકાન |
4 | 8 | કણીયા શકુર કાસમભાઇ | મકાન |
5 | 9 | કણીયા શકુર કાસમભાઇ | પ્લોટ |
6 | 10 | કણીયા શકુર કાસમભાઇ | મકાન |
7 | 11 | કણીયા સલીમભાઇ કાસમભાઇ | મકાન |
8 | 12 | કણીયા શકુર કાસમભાઇ | મકાન |
9 | 13 | કણીયા સલીમભાઇ કાસમભાઇ | મકાન |
10 | 77 | કણીયા અજગરઅલી સુલ્તાનભાઇ | મકાન |
11 | 364 | કણીયા સત્તારખાન કાસમખાન | મકાન |
12 | 371 | કણીયા ઝરીનાબેન નજીર મોહમંદ | મકાન |
13 | 388 | કણીયા નુરજહાબેન કાસમભાઇ | પ્લોટ |
14 | 392 | કણીયા શકુરભાઇ કાસભાઇ | મકાન |
15 | 394 | કણીયા સત્તારભાઇ કાસમભાઇ | મકાન |
16 | 395 | કણીયા સલીમભાઇ કાસમભાઇ | મકાન |
17 | 396 | કણીયા સત્તારભાઇ કાસમભાઇ | મકાન |
18 | 397 | કણીયા સલીમભાઇ કાસમભાઇ | મકાન |
19 | 482 | કણીયા અજગરભાઇ સુલેમાનભાઇ | પ્લોટ |
20 | 483 | કણીયા યુસુફભાઇ અજગરભાઇ | પ્લોટ |
21 | 616 | કણીયા જાફરખાન જબ્બારભાઇ | મકાન |
22 | 651 | ગૌસીયા સેવા ટ્રસ્ટ પ્રમુખ સલીમકણીયા | ગામતળ |
23 | 652 | ગૌસીયા સેવા ટ્રસ્ટ પ્રમુખ સલીમ કણીયા | ઇમામવાડોહુસેનીચોક |
24 | 687 | કણીયા અમીરખાન સલીમભાઇ | પ્લોટ |
25 | 695 | કણીયા સાજીદભાઇ શકુરભાઇ | પ્લોટ |
26 | 749 | કણીયા સત્તારખાન કાસમભાઇ | - |
27 | 798 | કણીયા સિકંદરખાન જબ્બારખાન | - |
28 | 157 | મોયલા અબ્બાસભાઇ હુસેનભાઈ | મકાન |
29 | 158 | મોયલા દિલાવરખાન સલીમખાન | મકાન |
30 | 647 | મેમણ સરફરાજ અહેમદભાઇ | મકાન |
31 | 793 | મેમણ હલીમાબેન સત્તારભાઇ | - |
32 | 795 | મેમણ ફરજાનાબેન હબીબભાઇ | - |
નવનિયુક્ત તલાટી કુલદીપસિંહે જણાવ્યું કે ડેપ્યુટી સરપંચ સલીમ કણીયાએ તેના પોતાના અને અન્ય સગાંવહાલાને નામે, ગૌસીયા ટ્રસ્ટનો પ્રમુખ છે તે ટ્રસ્ટના નામે મકાન, પ્લોટ ધરાવે છે. તે તમામ 32 મિલકતોના આધાર પુરાવા મેળવવા નોટિસ આપવા તજવીજ હાથ ધરી છે. લેન્ડ ગ્રેબિંગનો કાયદો અસ્તિત્વમાં આવવા છતાં ભૂમાફીયાઓને કોઇ ખોફ નથી સોમવારે રાત્રે દેકારો મચાવ્યો ન હોત તો કદાચ મસમોટુ લેન્ડગ્રેબિંગ કરનાર ડે. સરપંચનું કારસ્તાન પણ બહાર ન આવ્યુ હોત.
ડેપ્યુટી સરપંચ સલીમ કણીયાએ તેના પોતાના અને અન્ય સગાંવ્હાલાને નામે, ગૌસીયા ટ્રસ્ટનો પ્રમુખ છે તે ટ્રસ્ટના નામે મકાન, પ્લોટ ધરાવે છે.....
માલીવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં સરકારી જમીન હડપ કરી જવાઇ છે. ડેપ્યુટી સરપંચ સલીમ કણીયા નામના શખ્સના પરિવાર અને સગાને નામે 32 મિલકતો નીકળી છે ! જાતે જ ટ્રસ્ટ બનાવી પ્રમુખ બની જઇ ટ્રસ્ટ અને પોતાના સગાવ્હાલાના નામે 32 જેટલા પ્લોટ અને મકાનોનો કબ્જો ભોગવટો કરી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.