કાર્યવાહી:તલોદના રણાસણમાં બે દુકાનમાંથી ચાઇનિઝ દોરીની 311 ફિરકી ઝડપાઇ

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SOGએ 3 દિવસમાં સપાટો બોલાવી 586 ફિરકી પકડી 5 કેસ કર્યા
  • બુક વિક્રેતાની દુકાનમાંથી 200 અને અન્ય દુકાનમાંથી 111 ફિરકી જપ્ત

સાબરકાંઠા એસઓજીએ બુધવારે સાંજે બાતમીને આધારે તલોદ તાલુકાના રણાસણમાં બે દુકાનમાં રેડ કરી કુલ રૂ.62,200 ની 311 ચાઇનિઝ દોરીની ફિરકીનો જથ્થો જપ્ત કરી બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એસઓજીએ ત્રણ દિવસમાં સપાટો બોલાવી 586 ફિરકી પકડી 5 કેસ કર્યા હતા.

ઉત્તરાયણ દરમિયાન ચાઇનિઝ - પ્લાસ્ટીકની દોરીથી પતંગ ચગાવવા દરમિયાન પક્ષીઓ અને ટુ-વ્હીલર ચાલકોને ગંભીર ઇજાઓ થતી હોવાથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જેનું અમલી કરણ કરાવવાના ભાગરૂપે એસઓજી પીઆઇ વાય.જે. રાઠોડ અને પીએસઆઇ કે.કે.રાઠોડ દ્વારા સમગ્ર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી તપાસ હાથ ધરાઇ છે.

તા.12-01-21 ના રોજ સાંજે મળેલ માહિતીને આધારે એસઓજી પીએસઆઇ કે.કે.રાઠોડે તલોદ તાલુકાના રણાસણમાં તપાસ હાથ ધરતા માંડવળી ચોકમાં જગદીશભાઇ શામજીભાઇ પિત્રોડાની વૈભવલક્ષ્મી બુક એન્ડ જનરલ સ્ટોર્સ નામની દુકાનમાંથી રૂ.40 હજારની ચાઇનિઝ દોરીની 200 ફિરકી અને દરબાર ફળીમાં રહેતા રાહુલભાઇ રસીકભાઇ ભાવસારની મુખ્ય બજારમાં આવેલ દુકાનમાંથી રૂ.22,200 ની ચાઇનિઝ દોરીની 111 ફિરકીનો જથ્થો મળ્યો હતો. પ્રતિબંધિત દોરીની કુલ 311 ફિરકી કબ્જે લઇ બંને સામે તલોદ પોલીસ સ્ટેશનમાં જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...