તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાબરકાંઠામાં ત્રિપલ એક્સિડેન્ટ બાદ આગ:પ્રાંતિજ પાસે મજરામાં CNG ગેસ સપ્લાય વ્હિકલ સહિતના 3 વાહનોમાં એક્સિડેન્ટ બાદ આગ, એક મહિલાનું મોત અને 2ને ગંભીર ઈજા

પ્રાંતિજ20 દિવસ પહેલા
ત્રિપલ અકસ્માત બાદ આગ ફાટી નીકળી
  • અકસ્માત બાદ આગના બનાવને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા

સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે 8 પર પ્રાંતિજના મજરા ગામ પાસે ત્રિપલ એક્સિડેન્ટ થયો હતો. CNG ગેસ સપ્લાયની ગાડી, ઘાસ ભરેલી આઈસર અને પીકઅપ ડાલુ વચ્ચે થયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ CNG ગેસ સપ્લાયની ગાડીમાં આગ બાદ ત્રણેય વાહનોમાં આગ ફાટી નીકળી હોવાનું સામે આવી રહ્યું છે. આગમાં ત્રણેય વાહનો ખાખ થઈ ગયા હતા.

ઈજાગ્રસ્તોને સારવારાર્થે ખસેડાયા

મળતી વિગતો અનુસાર પ્રાંતિજના મજરા ગામ પાસે નેશનલ હાઈવે 8 પર અકસ્માત સર્જાયો હતો. જેમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં CNG ગેસ સપ્લાયની ગાડી, ઘાસ ભરેલું આઈસર અને પીક અપ ડાલુમાં આગ લાગી હતી. જેમાં પીક અપમાં સવાર મહિલાનું સારવાર મળે એ પહેલા મોત થયું હતું. જ્યારે 4 ઈજાગ્રસ્તને સારવારાર્થે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા
અકસ્માતને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા

લોકોના ટોળા ઉમટી પડ્યા
અકસ્માતને પગલે મજરા પાસે ત્રણેય વાહનો ભડભડ સળગતા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતાં આસપાસથી લોકોના ટોળેટોળો ઘટનાસ્થળ નજીક ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયરની ટીમે પણ આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો