તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ખેરોજ તથા દાણમહુડી વિસ્તારમાં રેતી ચોરી કરતા 3 ટ્રેક્ટરો પકડાયા

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખાણ ખનિજ વિભાગે રૂ. 1.35 લાખ દંડ કર્યો

સાબરકાંઠા જિલ્લામાં સાબરમતી પટ્ટ તથા અન્ય વિસ્તારોમાં થઇ રહેલ ખનીજ ચોરી અટકાવવા ખાણ ખનિજ વિભાગ દ્વારા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાઇ રહ્યો છે બુધવારે ખાણ ખનિજ વિભાગે ડ્રોન કેમેરાના ઉપયોગ દ્વારા ખેરોજ તથા દાણમહુડી વિસ્તારમાં રેડ કરી બિન અધિકૃત રીતે ખનીજ ચોરી કરી રહેલ 3 ટ્રેક્ટરો પકડી પાડ્યા હતા.

બુધવારે ખાણ ખનિજ વિભાગની ટીમે ડ્રોન કેમેરાના ઉપયોગથી ખેરોજ તથા દાણમહુડી વિસ્તારમાં રેડ કરી હતી અને બિનઅધિકૃત રીતે ખનિજ વહન કરતા 3 ટ્રેક્ટરો મળી આવતા રૂ.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને રૂ. 1.35 લાખ દંડ વસુલવા કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે તા. 02/02/21 ના રોજ પણ ખાણ ખનિજ વિભાગે ઇડરના કપોડા ખાતેથી બિનઅધિકૃત રીતે ખનીજ ચોરી કરી રહેલ 2 જેસીબી મશીન તથા 3 ટ્રેક્ટરો જપ્ત કરીને રૂ.4.85 લાખની દંડકીય કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો