ચોરી:તલોદના નવલપુરમાં 3 ચોર મોબાઇલ-બાઇક લઇ ફરાર

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તલોદના નવલપુરમાં રવિવાર રાત્રે 25 થી 30 વર્ષના ત્રણ શખ્સોએ ઘર આગળ પાર્ક કરેલ બાઇક અને ઘરની જાળી નજીક મૂકેલ મોબાઇલની ચોરી કરી પલાયન થઇ જતાં તલોદ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર બાબુભાઇ કોદરભાઇ વણકર (રહે. નવલપુર વણકર વાસ, પ્રાથમિક શાળાની સામે) તથા તેમની પત્ની શનિવારે સૂઇ ગયા હતા અને તેમનો મોબાઇલ ઘર નજીક ઓટલા ઉપર મૂક્યો હતો. રાત્રિના એકાદ વાગ્યે છોકરો મોબાઇલ લેવા જતાં બાબુભાઇ જાગી ગયા હતા. પરંતુ આ છોકરાએ મોબાઇલ લઇ જતો રહેતા તેમની પત્ની સાથે જોવા જતા ત્યાં બીજા છોકરા હતા અને તે પણ ત્યાંથી ભાગી ગયા હતા. તે વખતે બાબુભાઇનુ ઘર આગળ પાર્ક કરેલ બાઇક નં. જી.જે-09-સી.યુ-3729 પણ જોવા ન મળતાં આજુબાજુમાંથી તેમના કાકાના દીકરા રમેશભાઇ ધનાભાઇ વણકર તથા ભીખાભાઇ વિરાભાઇ વણકર આવી ગયા હતા અને ત્રણેય છોકરાઓની તપાસ કરવા છતાં મળી આવ્યા ન હતા. બાબુભાઇએ તલોદ પોલીસમાં 25 થી 30 વર્ષના ત્રણ યુવકો સામે ~12 હજાની ચોરી થઇ હોવા અંગે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...