ફરિયાદ:પ્રાંતિજના રસૂલપુરમાંથી IPLનો સટ્ટો રમાડતાં 3 શખ્સો ઝડપાયા

હિંમતનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ત્રણ શખ્સોને ચાર મોબાઇલ અને રૂ. 6970 રોકડ સાથે ઝડપી ફરિયાદ નોંધાવી હતી. - Divya Bhaskar
ત્રણ શખ્સોને ચાર મોબાઇલ અને રૂ. 6970 રોકડ સાથે ઝડપી ફરિયાદ નોંધાવી હતી.
  • રૂ. 6970 રોકડ સાથે ઝડપી પાડી પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

પ્રાંતિજ તાલુકાના રસૂલપુર પાટીયા નજીક સલાલ તરફ જતા રોડ પર પ્રાંતિજનો શખ્સ આઇપીએલનો સટ્ટો સમાડતો હોવાની બાતમી મળતા એલસીબીએ મંગળવારે મોડી સાંજે બાતમીવાળા સ્થળે રેડ કરી ત્રણ શખ્સોને ચાર મોબાઇલ અને રૂ. 6970 રોકડ સાથે ઝડપી પાડી પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

તા.03/05/22ના રોજ સાંજે પ્રાંતિજનો લક્ષ્મણકુમાર ઉર્ફે કાળુભાઇ સિંધી પોતાના માણસો સાથે રસૂલપુર પાટીયા નજીક સલાલ બાજુ જતા રોડ ઉપર મોબાઇલથી ગુજરાત ટાઇટન અને પંજાબ કીંગ્સની મેચ ઉપર સટ્ટાનો જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી મળતા એલસીબી પીઆઇ એમ.ડી. ચંપાવતના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન આર ઉમટ તેમની ટીમ સાથે બાતમી વાળા સ્થળે પહોંચી જતા ઓવરદીઠ હવાલાથી ટેલીફોન ઉપર પૈસા લખાવી રહેલ ત્રણ શખ્સો મળી આવ્યા હતા.

લક્ષ્મણકુમાર ઉર્ફે કાળુભાઇ પરસોત્તમદાસ રામચંદાની (રહે. મોટા માઢની અંદર પ્રાંતિજ) નો મોબાઇલ લઇ તપાસ કરતા ગુજરાત ટાઇટન્સના 106 રન બન્યા હતા અને 14 મી ઓવર ચાલુ હતી તથા 4 વિકેટ પડી હતી. તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યુ હતુ કે 30-32ના ભાવથી જુગારનો સટ્ટો લઇ રહ્યો હતો અને પંજાબ હારે તો બત્રીસ હજારના દસ હજાર થાય તેવી માહીતી આપી હતી તેની સાથેના હરેશકુમાર ઉર્ફે અન્નાભાઇ અશોકભાઇ વાપરાણી ઉ.વ. 38 (રહે. ગણેશ સ્ટ્રીટ પ્રાંતિજ) તથા વિજય ધનશ્યામ ભાઇ બાલવાની ઉ.વ. 51 (ભાટવાડો, પ્રાંતિજ મૂળ રહે. સોરાબજી કંપાઉન્ડ જૂના વાડજ અમદાવાદ)ની અટકાયત કરી ચાર મોબાઇલ અને કુલ રૂ.6970 કબ્જે લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...