તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • 3 Months After The Death Of The Young Man, The Whole Scam Broke Out When His Wife Went To Take A Claim With An Insurance Policy Of Rs 15 Lakh.

છેતરપિંડી:યુવકના મરણના 3 મહિના બાદ પત્ની રૂ.15 લાખની વીમા પોલિસી લઇ કલેમ લેવા જતાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો

હિંમતનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલોદના ઉજેડીયામાં મૃતકની પત્ની અને સાક્ષી સામે ગુનો નોંધાયો

તલોદના ઉજેડીયામાં એક વ્યક્તિના મૃત્યુ બાદ રૂ. 15 લાખની વીમા પોલિસી મેળવી અઢી મહિનામાં જ મૃતકની પત્નીએ વીમો ક્લેઇમ કરતાં વીમા કંપનીએ ઈન્વેસ્ટીગેશન એજન્સીના માધ્યમથી તપાસ કરાવતાં મૃતક વીમા પોલિસી લીધાની તારીખથી બે માસ અગાઉ ગૂજરી ગયેલ હોવાનું બહાર આવતા મૃતકની પત્ની અને સાક્ષી વિરુદ્ધ વીમા કંપનીએ તલોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઉજેડીયાના ગોવિંદજી શંકરજી વણઝારાના નામથી તા.31-12-19 ના રોજ એગોન લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં જીવન વીમાની ઓનલાઈન ફોર્મની પ્રોસેસ કરાઇ હતી અને રૂ. 15 લાખનો એક વર્ષનો રૂ.2235 પ્રીમીયમ ભરી વીમો લેવાયો હતો. વીમા કંપનીએ તા.01-01-20 થી તા.31-12-2019 સુધીની પોલીસી આવેદકના આઈડી પર મોકલી આપી હતી.

તા.19-03-20 ના રોજ ગોવિંદજી શંકરજી વણઝારા મૃત્યુ પામ્યા હોવા અંગે તેમની પત્ની લક્ષ્મીબેન દ્વારા ઓનલાઇન ક્લેમ કરાતાં શંકા પેદા થઈ હતી અને વીમા કંપનીએ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તપાસ કરાવતા પોલીસી ધારક ગોવિંદજી શંકરજી વણઝારાને ટીબીની બીમારી હોવાથી હિંમતનગર, ગાંધીનગર અને ખેરોલમાં સરકારી દવાખાનાઓમાં સારવાર લીધી હતી અને તેમનું તા.30-10-19 ના રોજ મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું અને લક્ષ્મીબેન ગોવિંદજી વણઝારાએ 1 જાન્યુ. 2020 ના રોજ રૂ.15 લાખનો વીમો લઇ ગોવિંદજી વણઝારાનું તા.11-02-2020 ના રોજ મોત થયાનો ખોટો દાખલો રજૂ કરી અને સાક્ષીમાં સહી કરનાર સુનિલ વણઝારા નામના શખ્સે રૂ. 15 લાખની છેતરપિંડી આચરવા સહયોગ કરતાં વીમા કંપનીના આશિષ કિશોર ઓવાલેકરે બંને સામે તલોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...