તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કુકડીયામાં અજગરને મોતને ઘાટ ઉતારનારા સગીર સહિત 3 ઝબ્બે

હિંમતનગર, ઇડરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં અજગર આવતાં લાકડીઓ લઇ તૂટી પડ્યા હતા

ઇડરના કુકડીયામાં તા. 25 ઓગસ્ટે ગામમાં અજગર આવતાં ગામના ત્રણ જણાં અજગર પર લાકડીઓ લઇ તૂટી પડી અજગરને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં ઇડર વનવિભાગે સગીર સહિત ત્રણ જણાંની અટકાયત કરી હતી. કુકડીયામાં તા. 25-08-21 ના રોજ સાંજે અજગર આવતાં ગામના ત્રણ જણાંએ અજગર પર લાકડીઓથી મારમારતાં અજગરને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

અજગરને મારવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં ઇડર આરએફઓ જી.એ.પટેલને તા. 26-08-21 ની રાત્રે દસેક વાગ્યે મળતાની સાથે જ વન વિભાગ ઇડરના સ્ટાફ દ્વારા જરૂરી તપાસ કરી અજગરને મારનાર વિક્રમભાઈ ચંદુભાઈ રાવળ, કરણભાઇ રમણભાઈ રાવળ અને સગીર સહિત (ત્રણેય રહે. કુકડીયા)ની તા. 27-08-21 ના રોજ અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતાં વન્ય પ્રાણી સંધિ અંતર્ગત કાર્યવાહી કરાઇ હતી. ઇડર વનવિભાગના અધિકારી ગોપાલભાઈએ જણાવ્યું કે ત્રણેય નિર્દયી લોકોએ અજગરને બે રહમીથી મારી નાખ્યો હતો અને ગૌચરમાં નાખી દીધો હતો. વન વિભાગને જાણ થતાં અજગરનો અંતિમદાહ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...