તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:હિંમતનગરમાં 2 અને ઇડરમાં 1 સહિત સાબરકાંઠામાં 3 સંક્રમિત

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 16 ડિસ્ચાર્જ કરાયાં, જિલ્લામાં 70 એક્ટિવ કેસ

સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ હવે દિન પ્રતિદિન ઘટી રહ્યું છે. જિલ્લામાં હવે માત્ર સરેરાશ 3 થી 5 કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે ગુરૂવારે વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં હિંમતનગરમાં 2 અને ઇડરમાં 1 વ્યક્તિ સંક્રમિત થયા હતા સામે વધુ 16 દર્દીઓ કોરોના મુક્ત બનતા રજા આપવામાં આવી હતી સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 70 સુધી પહોંચી છે જેમાં 11 શહેરી 59 ગ્રામ્ય વિસ્તારના છે. 3 પોઝિટિવ કેસમાંથી ત્રણેય ગ્રામ્ય વિસ્તારના છે.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુરૂવારે જિલ્લામાં નોંધાયેલ 3 પોઝિટિવ કેસ પૈકી હિંમતનગર તાલુકાના અાગિયોલ ગામમાં 48 વર્ષીય પુરૂષ, હિંમતપુર ચાંદરણીમાં 47 વર્ષીય પુરૂષ અને ઇડર તાલુકાના ફીંચોડમાં 60 વર્ષીય પુરૂષનો પોઝિટિવ રિપોર્ટ આવતાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. 3 પોઝિટિવ કેસમાંથી ત્રણેય ગ્રામ્ય વિસ્તારના છે. સંક્રમિત થયેલા ત્રણેય દર્દીઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...